Gujarati News

Gujarati News

News of Sunday, 19th January 2020

બીજેપી અને આરએસએસ એ દેશમાં પેદા કરી ગૃહયુદ્ધ જેવી હાલતઃ ભારતીય કમ્યુનિષ્ટ પાર્ટીના મહાસચિવ ડી. રાજાની સટાસટી

           ભારતીય કમ્યુનિષ્ટ પાર્ટીએ ભાજપા અને આરએસએસ પર દેશમાં ગૃહ યુદ્ધ જેવી હાલત પેદા કરવાનો આરોપ લગાવતા શનિવારના કહ્યું કે સીએએ વિરૂદ્ધ દેશવ્યાપી વિરોધ પ્રદર્શન સમયની માંગ છે. ભાકપાના મહાસચિવ ડી રાજાએ કહ્યું કે સીએએ વિરૂદ્ધ દેશભરમા જારી અહિંસક અને શાંતિપૂર્ણ જન આંદોલનને મદેનજર રાષ્ટ્રપતિ મામલામા હસ્તક્ષેપ કરવો જોઇએ અને આને નિરસ્ત કરવાની પહેલ કરવી જોઇએ.

            એમણે કહ્યુ ભાજપા- આરએસએસના ગઠનોડએ સાંપ્રદાયિક આધાર પર લોકોને ધ્રુવિકૃત કરવા અને એમને વિભાજીત કરવાના આશયથી ગૃહ યુદ્ધ જેવી સ્થિતિ પેદા કરી છે. એમણે કહ્યું કે સીએએ લોકોના મનમા મોટી ચિંતા ઉભી કરી છે. ભાજપા આરએસએસ ધર્મના આધાર પર ભારતીય નાગરિકતાને ફરીથી પરિભાષિત કરવાની કોશિષ કરે છે.

(12:00 am IST)