Gujarati News

Gujarati News

News of Saturday, 19th January 2019

ટ્રેન હડફેટે ૩૬ ગાયો કપાઇ ગઇ

લખનૌ તા. ૧૯ : ઉત્તર પ્રદેશમાં રખડતા ઢોરોના પ્રશ્નોને લઈને યોગી આદિત્યનાથ સરકારની કડકાઈથી હવે ગાયોના જીવન પર મોતનો પડછાયો ફરી રહ્યો છે. વહીવટીતંત્રના ડરથી ગાયોને એકત્ર કરીને દૂરના વિસ્તારમાં રાખવાની વાત સામે આવી રહી હતી હવે ગાયોના મોતના સમાચાર આવી રહ્યા છે.

યુપીના હમીરપુર જિલ્લામાં બે ઘટનાઓમાં ૪૨ ગાયોના મોત થઈ ગયા છે. રાગૌલ રેલ્વે સ્ટેશનની પાસે એક પેસેન્જર ટ્રેને ૩૬ ગાયોને કાપી દીધી તો ત્યાં જલાલપુર પોલીસ સ્ટેશનની પાસે ગાયોથી ભરેલુ એક ટ્રક પલ્ટી ગયુ. જેમાં ૬ ગાયો મરી ગઈ. તે ટ્રકમાં ૫૦ ગાયો ભરેલી હતી.

તમામ જિલ્લા અને સ્થાનિક અધિકારીઓને ૧૦ જાન્યુઆરી સુધી રખડતા ઢોરોને પકડીને ગૌશાળાઓમાં રાખવાનો નિર્દેશ કરવામાં આવ્યો હતો. રખડતા પશુઓને પકડવાની જવાબદારી વહીવટીતંત્રની હશે. જો કોઈ ગૌશાળામાં બંધ પશુને પોતાનુ જણાવતા તેને લેવા આવે તો તેની પર કાર્યવાહી કરવાનો કાયદો કરાયો છે. જોકે આ ડેડલાઈન પૂરી થઈ ગઈ છે, પરંતુ ખેડૂતોને અત્યારે પણ આ સમસ્યાથી છુટકારો મળી શકયો નથી.(૨૧.૨૭)

(3:27 pm IST)