Gujarati News

Gujarati News

News of Saturday, 19th January 2019

ખેડૂતોને ૨ લાખની વ્યાજ મુકત લોન : તેલંગણા ટાઇપ પેકેજ

ચૂંટણી પહેલા ખેડૂતોને રાજી કરવા મોદી સરકાર તૈયાર : તમામ તૈયારીઓ પૂર્ણઃ ખેડૂતોના ખાતામાં પ્રતિ હેકટર રૂ. ૧૦,૦૦૦ જમા થશે : બજેટમાં જાહેરાત થવાની સંભાવના

નવી દિલ્હી તા. ૧૯ : ખેડૂતો માટે સંભવિત નાણાકીય પેકેજ પર નાણામંત્રી અરૂણ જેટલીએ એક મહત્વનો સંકેત આપી દીધો છે કે આ અંગે આગામી બજેટમાં એલાન કરવામાં આવશે.જાણકારોના જણાવ્યા મુજબ,હજુ સુધી ખેડૂતોને રાહત આપવા માટે જે વિકલ્પો પર સરકારમાં આંતરિક ઉચ્ચસ્તર પર વિચાર મંથન ચાલી રહ્યું છે તેમાં તેલંગાણા રાજયમાં આપેલા પેકેજના આધારે એક નવા પેકેજની ઘોષણા કરવાનો વિકલ્પ સૌથી વધુ છે.

આ સંદર્ભે અંતરિમ બજેટમાં દરેક લાભાર્થી ખેડૂતોના ખાતામાં સીધા ૧૦ હજાર રૂપિયા પ્રતિ એકર પ્રતિ વર્ષ જમા કરવાની ઈચ્છા સરકાર વ્યકત કરી શકે છે.જો બીજેપી સત્તામાં બીજી વાર આવે છે તો જુલાઈ ૨૦૧૯માં રજૂ થતા પૂર્ણ બજેટમાં તેના અમલનો ખરડો રજૂ કરવામાં આવશે.

નાણામંત્રીએ જણાવ્યું હતું કે ખેડૂતોને મદદની દરકાર છે અને જો સરકારની ઈચ્છા તેની સ્થિતિને જોઈને તેને મદદ કરવા માટે છે તો આ ભાવનાને બજાર પણ સમજશે. નાણામંત્રીએ પણ સંકેત આપ્યો છે કે સરકાર આ પ્રકારનું એલાન આગામી અંતરિમ બજેટમાં કરી શકે છે કારણકે તેઓએ કહ્યું કે,આ પ્રકારના પગલાં પહેલા પણ ઉઠાવામા આવ્યા હતા.

જાણકારોના જણાવ્યા મુજબ,વડાપ્રધાન કાર્યાલયની અંદર અને સરકારના તમામ વિભગો વચ્ચે પણ ખેડૂતોને નાણાકીય મદદ આપવાના કેટલાક ઉપાયો પર વિચાર કરવમાં આવ્યો છે.વિસ્તારથી વિચાર વિમર્શ બાદ ખેડૂતોના લેણાને સંપૂર્ણ રીતે માફ કરવાનો વિકલ્પ એક રીતે ફગાવી દેવામાં આવ્યો છે.

એ જ કારણ છે કે હાલના દિવસોમાં પીએમ નરેન્દ્રભાઇ મોદી કેટલાક મોકા પર કોંગ્રેસની લોન માફી વાયદા પર નિશાન સાધ્યું છે. કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંઘી પણ કહી ચુકયા છે કે તેનો પક્ષ જો સત્તા પાછો ફરે છે તો ખેડૂતોના લોનને માફ કરશે.તેનાથી આ મુદ્દાને સંપૂર્ણ રીતે રાજનીતિકરણ થઇ ચૂકયું છે.

જાણકારોના જણાવ્યા મુજબ, નાણામંત્રાલયે પહેલા જ સરકારી ક્ષેત્રના બેંકોની સાથે ખેડૂતોને આપેલી લોનની સ્થિતિ પર ચર્ચા કરવામા આવી છે. બેન્કોને ૩૦ નવેમ્બર,૨૦૧૮ સુધીના દરેક ખેડૂત લોનના તૈયાર રાખવાનું કહેવામાં આવ્યું છે.(૨૧.૯)

 

(10:42 am IST)