Gujarati News

Gujarati News

News of Saturday, 19th January 2019

અંદામાન નિકોબારનું એર બેઝ INS કુહસા ભારતની સમુદ્ર સરહદની તાકત વધશે

નવી દિલ્હી :ભારતીય સમુદ્ર સરહદની તાકત વધારવા માટે એક નવું એર બેઝ બનાવવામાં આવી રહ્યું છે. હિંદ મહાસાગરમાં ભારતીય સમુદ્રી સરહદમાં પડકારો વધતા અંદામાન નિકોબારમાં એક એર બેઝ બનાવવામાં આવી રહ્યું છે. જેના માટે અંદામાન નિકોબાર કમાન(ANC)ની સંચાલન ક્ષમતા વધારવા માટે નેવલ એરપોર્ટ શિબપુરનું સંચાલન શરૂ થશે. જેનું નામ INS કુહસા રાખવામાં આવી રહ્યું છે.

  ANCના હેડક્વાટર દ્વારા કહેવામાં આવ્યું છે કે, નેવલ પ્રમુખ એડમિરલ સુનીલ લાંબા 24 જાન્યુઆરીએ NAS શિબપુરનું સંચાલન શરૂ કરશે.  વ્હાઇટ બેલિડ સી ઇગલના નામ પરથી INS કુહાસાનું નામ રાખવામાં આવ્યું છે. વ્હાઇટ બેલિડ સી ઇગલ અંદામાન નિકોબારમાં શિકાર કરનારું આ સૌથી મોટું પક્ષી છે.

  NAS શિબપુરને ઉત્તર અંદામાનમાં નજર રાખવા માટે ફોરવર્ડ ઓપરેટિંગ એર બેઝ(FOB) તરીકે સ્થાપિત કરવામાં આવ્યું હતું. ટાપૂના દૂરના ઉત્તર ભાગમાં સ્થિત આ વાયુ સેનાનું બેઝ માત્ર ટાપૂની સુરક્ષા માટે જ નહી પરંતુ સમગ્ર વિકાસ માટે પણ રણનૈતિક રૂપે પણ મહત્વપૂર્ણ છે

  આ વાયુ સેનાના બેઝ સાથે અંદામાન નિકોબાર ટાપૂઓના દરેક ક્ષેત્રો સાથે સ્વતંત્રપણે સંચાલનની ANCની ક્ષમતાને મજબૂતી મળશે. અંદામાન નિકોબારમાં હાલ કુલ ત્રણ એર બેઝ છે. પોર્ટ બ્લેયરમાં INS ઉત્કર્ષ અને કોમ્પબેલ ખાડીમાં INS બાજ બાદ INS કુહસા આ ટાપૂ પર ત્રીજુ એર બેઝ છે.

INS કોહસાનું હેડક્વાટર પોર્ટ બ્લેયરથી લગભગ 180 કિલોમીટર હશે. જાણવા મળી રહ્યું છે કે, આ એર બેઝ પર હાલ હેલીકોપ્ટર અને ડોંનિયર વિમાનોના લેન્ડિંગની સુવિધા હશે. બાદમાં તેનો રન-વે વધારવામાં આવશે, જેથી અહીં એરક્રાફ્ટ લેન્ડ કરાવી શકાય.

(8:52 am IST)