Gujarati News

Gujarati News

News of Saturday, 18th December 2021

ઉત્તર ભારતમાં ગાત્રો થીજવતી ઠંડી : હિમાચલ પ્રદેશના કેલાંગમાં માઈનસ 10 . 3 ડિગ્રી

રાજસ્થાનમાં ચાર સ્થળે પારો શૂન્યની નીચે , દિલ્હીમાં યલો એલર્ટ : કાશ્મીર , દિલ્હી , ઉત્તરપ્રદેશ , હરિયાણા , પંજાબ અને રાજસ્થાનમાં ઠંડીએ કેર મચાવ્યો

 

નવી દિલ્હી :  દેશભરમાં શિયાળો જામ્યો છે . સમગ્ર ઉત્તર ભારતમાં ગાત્રો થીજવતી ઠંડીને કારણે લોકો ઠૂંઠવાયા છે . હિમાચલપ્રદેશના કેલાંગમાં તો માઈનસ 10 . 3 ડિગ્રી નોંધાઈ હતી . કાશ્મીર , દિલ્હી , ઉત્તરપ્રદેશ , હરિયાણા , પંજાબ અને રાજસ્થાનમાં ઠંડીએ કેર મચાવ્યો છે . રાજસ્થાનના ઘણા શહેરમાં બરફ જામવા જેવા દૃશ્ય જોવા મળ્યા હતા . રાજસ્થાનમાં શુક્રવારની રાત આ સિઝનની સૌથી ઠંડી રાત રહી હતી . શીતલહેર અને આકરી ઠંડીને કારણે ચુરુ , માઉન્ટ આબુ , ફતેહપુર અને જયપુરના જોબનેરમાં માઇનસમાં તાપમાન નોંધાયું હતું . પહેલીવાર એમ થયું છે જ્યારે ફતેહપુર સિવાય અન્ય ત્રણ સ્થળોએ પારો શૂન્યની નીચે ગયો છે . આબુ , જયપુર સહિત અનેક સ્થળે ખુલ્લી જગ્યામાં બરફ જામ્યો હતો . ગત રાતે ફતેહપુરમાં માઇનસ 3 . 8 ડિગ્રી તાપમાન નોંધાયંુ હતું . તો ચુરુમાં માઇનસ 1 . 1 , જોબનેરમાં માઇનસ 2 , આબુમાં માઇનસ 3 ડિગ્રી તાપમાન નોંધાયું હતું . આબુમાં આજે સવારે 9 વાગ્યા સુધી મેદાનો પર બરફ જામેલો દેખાયો હતો . નખી લેકના કિનારા પર બરફ જામેલો જોવા મળ્યો હતો . ખેતરોમાં સિંચાઇના પાઇપમાંથી બરફ નીકળ્યો હતો . દિલ્હી - એનસીઆરમાં બે દિવસ માટે યલો એલર્ટ જાહેર કરાયું છે .

હવામાન વિભાગે 21 તારીખ સુધી શીતલહેરની આગાહી કરી છે . ૈંસ્ડ્ઢના વડા મૃત્યુંજય મહાપાત્રાએ કહ્યું હતું કે પંજાબ , હરિયાણા , રાજસ્થાન , મધ્યપ્રદેશ , પિૃમ ઉત્તરપ્રદેશ સહિતના વિસ્તારોમાં આગામી 21 તારીખ સુધી શીતલહેર રહેશે , પારો શૂન્યની નીચે રહે તેવી સંભાવના છે . ભારતના અનેક વિસ્તારોમાં તાપમાનમાં 3થી 4 ડિગ્રી જેટલો ઘટાડો નોંધાઈ શકે છે .

(12:10 am IST)