Gujarati News

Gujarati News

News of Saturday, 18th December 2021

યુકેમાં ફરી કોરોના વિસ્ફોટ : એક જ દિવસમાં ૯૩,૦૪૫ કેસ સામે આવતા ખળભળાટ

બ્રિટન રેકોર્ડ કેસથી ચિંતાતૂર : જાન્યુઆરી પછી સૌથી વધુ કેસ : ફ્રાન્સે પ્રવાસ પર લગાવી પાબંદી

લંડન,તા. ૧૮: બ્રિટનમાં સતત ત્રીજા દિવસે કોરોના વાયરસના રેકોર્ડ કેસ નોંધાયા છે. ગઇ કાલે કોરોના વાયરસના ૯૩ હજાર નવા કેસ સામે આવતા સમગ્ર બ્રિટનમાં ફફડાટ ફેલાયો છે. જે અત્યાર સુધીનાં સૌથી વધારે રોજીંદા કેસ છે. ગુરૂવારે અહીં કોરોનાના ૮૮,૩૭૬ કેસ નોંધાયા હતા.જયારે તેના એક દિવસ પહેલા એટલે કે બુધવારે ૭૮,૬૧૦ કેસ નોંધાયા હતા. સંક્રમણના નવા કેસને લઈને , મુખ્યત્વે કોરોના વાયરસના નવા વેરીયન્ટ ઓમિક્રોનને જવાબદાર મનાયો છે.

આ પહેલા બ્રિટનમાં સૌથી વધુ રોજીંદા કેસ ૮ જાન્યુઆરીએ સામે આવ્યા હતા.એ વખતે ૬૮,૦૫૩ નવા કેસ નોંધાયા હતા. તજજ્ઞોએ ચેતવણી પણ આપી હતી કે, આગામી દિવસોમાં કોરોનાના નવા કેસમાં વધુ ઉછાળો આવશે. યાદ રહે કે, બ્રિટન વિશ્વના એ દેશોમાં શામેલ છે જેમણે સૌથી પહેલા વેકસીનેશન શરુ કર્યું હતું. જો કે, અહીં પહેલા કોરોના વાયરસ અને પછી ડેલ્ટા વેરીયંટ અને હવે ઓમિક્રોનનાં કારણે રેકોર્ડ કેસથી દુનિયાભરના દેશોમાં ચિંતા પેસાડી દીધી છે. 

બ્રિટનમાં કોરોના વાયરસના ખતરનાક વેરીયંટ ઓમિક્રોન થી પહેલું મોત નોંધાયું છે. બ્રિટન એવો પહેલો દેશ છે જયાં ઓમિક્રોનથી પહેલી મોત નોંધાયું હોય.બ્રિટનના વડાપ્રધાન બોરીસ જહોનસને આ માહિતી આપી હતી. તેમણે માહિતી આપતા કહ્યું હતું કે, આ નવો સટ્રેન મોટો સંખ્યામાં લોકોને હોસ્પિટલ પહોચાડી રહ્યો છે.તેમણે ચેતવણીના સ્વરમાં કહ્યું હતું કે, નાગરીકો ઓમિક્રોનને હળવાશથી ના લે. 

બીજી તરફ, ફ્રાંસ સરકારે શનિ-રવિમાં બ્રિટનથી બિન જરૂરી પ્રવાસ પર પ્રતિબંધ લગાવ્યો છે.કારણકે, અહીં કોરોના વાયરસના રેકોર્ડ કેસ સામે આવ્યા છે. સરકારે નિવેદનમાં કહ્યું છે કે, શનિવાર મધરાતથી એટલે કે, ગઇ કાલથી બ્રિટનના પ્રવાસેજવા કે આવવા માટે જરૂરી કારણ બતાવવું ફરજીયાત રહેશે. આ રસીકરણ થયેલા બંને તરફના મુસાફરો માટે નિયમ રહેશે.

(9:52 am IST)