Gujarati News

Gujarati News

News of Saturday, 18th December 2021

બ્રિટિશ વૈજ્ઞાનિકે ઓમિક્રોનનું શોધી કાઢ્યું લક્ષણ : તમામ દર્દીઓમાં ગળાનો દુખાવો કોમન લક્ષણ

બધા જ દર્દીઓને શરૃઆતમાં ગળામાં સમસ્યા :પીઠમાં દુખાવો, કફ, તાવ વગેરે સિવાય પણ જો સૌથી કોમન લક્ષણ હોય તો એ ગળાનો દુખાવો

નવી દિલ્હી : ઓમિક્રોન ઝડપભેર દુનિયામાં ફેલાઈ રહ્યો છે ત્યારે તેના સર્વ સામાન્ય લક્ષણને પહેલી વખત શોધી કાઢવામાં આવ્યું છે. બ્રિટિશ હેલ્થ એક્સપર્ટ જ્હોન બેલના તારણ પ્રમાણે ઓમિક્રોનના તમામ દર્દીઓમાં ગળાનો દુખાવો કોમન લક્ષણ જોવા મળે છે.

બ્રિટિશ હેલ્થ એક્સપર્ટ ડૉ. જ્હોન બેલના તારણ પ્રમાણે કોરોનાના આ વેરિઅન્ટનું સંક્રમણ જેટલાં લોકોને થયું છે તેના ડેટાનો અભ્યાસ કર્યા પછી તારણ એવું આવે છે કે તમામ દર્દીઓને ગળામાં દુઃખાવો, ગળામાં બળતરા જોવા મળે છે.

પીઠમાં દુખાવો, કફ, તાવ વગેરે સિવાય પણ જો સૌથી કોમન લક્ષણ જોવા મળતું હોય તો એ ગળાનો દુખાવો છે.
દક્ષિણ આફ્રિકામાં ડિસ્કવરી હેલ્થના વડા ડો. રેયાન નોચે પણ આ સંદર્ભમાં આવું જ તારણ રજૂ કર્યું હતું. ડૉ. રેયાન નોચે કહ્યું હતું કે કોરોનાના અન્ય વેરિઅન્ટની તુલનાએ આમાં થોડી અલગ પેટર્ન જોવા મળે છે. બધા જ દર્દીઓને શરૃઆતમાં ગળામાં સમસ્યા થાય છે. એ પછી જ તેને ઓમિક્રોન હોવાનું જણાય છે.
નિષ્ણાતોએ કહ્યું હતું એ પ્રમાણે ઓમિક્રોનના દર્દીઓમાં ગળું દુઃખવા ઉપરાંત ખૂબ જ ઉધરસ, ગળતર, નાક બંધ થઈ જવા જેવા લક્ષણો પણ જોવા મળ્યા છે. આ નિષ્ણાતોએ આવા લક્ષણો જણાય તો સાવધાન થઈ જવાની સલાહ આપી હતી.
એક્સપર્ટ્સના કહેવા પ્રમાણે કોરોનાના અગાઉ તમામ વેરિઅન્ટ કરતાં આ ઝડપથી ફેલાય છે, જોકે અત્યાર સુધી એ ઘાતક સાબિત થયો નથી તેને નિષ્ણાતોએ રાહતની વાત ગણાવી હતી.

(12:06 am IST)