Gujarati News

Gujarati News

News of Friday, 18th December 2020

બજારમાં સતત છઠ્ઠા દિવસે તેજી, સેન્સેક્સનો નવો રેકોર્ડ

સેન્સેક્સ ૭૦ પોઈન્ટનો નજીવો ઉછાળો : ઈન્ફોસિસ, આઈસીઆઈસીઆઈ બેંક, ટીસીએસ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના શેરોમાં લાભ : નિફ્ટીમાં ઉછાળો

મુંબઈ, તા. ૧૮ : સ્થાનિક શેર બજારોમાં સુક્રવારે સતત છઠ્ઠા દિવસે પણ તેજી ચાલુ રહી હતી અને સેન્સેક્સ ૭૦ પોઇન્ટ વધીને નવી ઊંચી સપાટીએ પહોંચી ગયો હતો. ઈન્ફોસીસ, આઈસીઆઈસીઆઈ બેંક, ટીસીએસ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં વધારાના પગલે માર્કેટ સેન્ટિમેન્ટમાં વધારો થયો હતો. બીએસઈના ૩૦ શેરો વાળા પ્રમુખ સેન્સેક્સ દિવસના કારોબાર દરમિયાન ૪૭,૦૨૬.૦૨ પોઇન્ટની સર્વાધિક ઉચ્ચતમ સપાટીએ પહોંચી ગયો હતો. સેન્સેક્સ આખરે ૭૦.૩૫ પોઇન્ટ અથવા ૦.૧૫ ટકાના વધારા સાથે ૪૬,૯૬૦.૬૯ પોઇન્ટના અંત સાથે તેનો નવો રેકોર્ડ કર્યો છે. એ જ રીતે નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી ૧૯.૮૫ પોઇન્ટ અથવા ૦.૧૪ ટકા વધીને ૧૩,૭૬૦.૫૫ પોઇન્ટના નવા રેકોર્ડ પર બંધ રહ્યો છે.

સેન્સેક્સ કંપનીઓમાં, ઈન્ફોસિસનો શેર લગભગ ત્રણ ટકા વધ્યો હતો. બજાજ ઓટો, એસબીઆઈ, આઈસીઆઈસીઆઈ બેંક, એચસીએલ ટેક, ટાઇટન અને એશિયન પેઇન્ટ્સ પણ નફાકારક હતા. બીજી તરફ ઈન્ડસઈન્ડ બેક્ન, ઓએનજીસી, એચડીએફસી બેંક, મારુતિ અને બજાજ ફિનસર્વના શેરમાં ઘટાડો થયો છે. રિલાયન્સ સિક્યોરિટીઝના હેડ-સ્ટ્રેટેજી વિનોદ મોદીએ જણાવ્યું હતું કે બેક્નિંગ શેરમાં સુધારો થવાને કારણે ઘરેલુ શેર બજારો દિવસના નીચી સપાટીથી વધીને બંધ રહ્યો હતો. તેમણે કહ્યું હતું કે વિદેશી ભંડોળનો રેકોર્ડ ફ્લો હાલમાં બજારને ટેકો આપી રહ્યો છે.

વિદેશી પોર્ટફોલિયોના રોકાણકારો (એફપીઆઈ) એ શેર બજારોના પ્રોવિઝનલ ડેટા મુજબ ગુરુવારે રૃ. ૨,૩૫૫.૨૫ કરોડના શેરની ખરીદી કરી હતી. એશિયાના અન્ય બજારોમાં, દક્ષિણ કોરિયાની કોસ્પીને ફાયદો થયો. ચાઇના શાંઘાઈ કમ્પોઝિટ, હોંગકોંગ હેંગસેંગ અને જાપાનની નિક્કીમાં ઘટાડો થયો. શરૃઆતના વેપારમાં યુરોપિયન બજારો મિશ્રિત હતા. દરમિયાન, વૈશ્વિક બેંચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ઓઇલ વાયદો ૦.૩૫ ટકા તૂટીને ૫૧.૩૨ પર પ્રતિ ડોલર રહ્યો છે.

(8:44 pm IST)