Gujarati News

Gujarati News

News of Friday, 18th December 2020

દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં પાંચ રાજકીય પક્ષોને મળ્યા પ૦ કરોડ રૂપિયા

દસ મહિના પછી પણ મુખ્ય વિરોધ પક્ષે ભાજપાએ જાહેર નથી કર્યો હિસાબ

નવી દિલ્હી તા. ૧૮ :.. આ વર્ષે દિલ્હી વિધાનસભાની ચૂંટણી દરમ્યાન પાંચ રાજકીય પક્ષોને લગભગ પ૦ કરોડ રૂપિયાનું ભંડોળ મળ્યું જયારે મીડીયામાં જાહેરાતો પર બાવીસ કરોડ રૂપિયા સહિત કુલ ૩૪.૩ર કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો.

એસોસીએશન ફોર ડેમોક્રેટીક રિફોર્મ્સ (એડીઆર) એ આ અંગે એક નિવેદનમાં કહયું કે રાજકીય પક્ષોએ મીડીયામાં જાહેરાત આપવા પર રર.૭ર કરોડ રૂપિયા ખર્ચ કર્યા હતાં. પ્રચાર સામગ્રી પર ૮.૦પ કરોડ રૂપિયા એ જનસભાઓ માટે ર૮ લાખ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યો હતો. એડીઆરે કહયું કે આ પક્ષોએ મુસાફરી પરના કુલ ખર્ચના  પર  ટકા એટલે કે ૬૮૦૦૦ રૂપિયા સ્ટાર પ્રચારકો પર અને ૬૩૦૦૦ રૂપિયા અન્ય નેતાઓ પર ખર્ચ કર્યા હતાં.

એડીઆરે કહયું કે ચૂંટણી પુરી થયાને ર૩૦ થી વધારે દિવસો વીતી ગયા હોવા છતાં ભાજપા, કોંગ્રેસ, માર્કસવાદી કોમ્યુનીસ્ટ પાર્ટી, રાજદ, રાલોદ, એસએચએસ અને એઆઇએફબી દ્વારા કરવામાં આવેલ ખર્ચની માહીતી સાર્વજનીક રીતે ઉપલબ્ધ નથી. પાંચ રાજકીય પક્ષો માકપા, બસપા, આપ, લોજપા અને કોંગ્રેસે ક્રમશઃ ૭૯ દિવસ, ૧૩૮ દિવસ, ૧૩૮ દિવસ, ૧૪પ દિવસ અને ૧૬ર દિવસ પછી ખર્ચ અંગેની વિગતો ઉપલબ્ધ કરાવી હતી. ચૂંટણી લડયા છતાં લોજપાએ કહયું કે તેણે કોઇ ખર્ચ નથી કર્યો, અને ૦ ખર્ચ ન કર્યો હોવા છતાં તેને હિસાબ આપવામાં ૧૪પ દિવસ લાગ્યા હતાં.

(3:32 pm IST)