Gujarati News

Gujarati News

News of Friday, 18th December 2020

ચાર શંકાસ્પદોની અટકાયત કરાઇ : પૂછપરછ શરૂ

મોદીના સંસદીય કાર્યાલયને OLX પર ૭.૫ કરોડમાં વેચવા કાઢયું !

નવી દિલ્હી તા. ૧૮ : કોંગ્રેસ સંગઠનની ચૂંટણીઓમાં અધ્યક્ષ પર એક સમજૂતિ બનાવાના પ્રયત્નો શરૂ થઇ ગયા છે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પાર્ટીના દિગ્ગજ નેતાઓની એક મહત્વપૂર્ણ બેઠક ૧૯ ડિસેમ્બરના રોજ બોલાવી છે.

સોનિયા ગાંધીએ નારાજ ચાલી રહેલા વરિષ્ઠ નેતાઓને પણ આ બેઠકમાં બોલાવ્યાં છે, જેઓએ હાલમાં જ ચિઠ્ઠી લખીને પાર્ટીમાં સ્થાયી અધ્યક્ષ સહિત સંગઠન ચૂંટણીમાં ફેરફાર કરવાની માંગ કરી હતી એવું માનવામાં આવી રહ્યું છે કે આ બેઠકમાં સોનિયા ગાંધીએ પાર્ટીના નવા અધ્યક્ષની ચૂંટણીને લઇને પાર્ટીના વરિષ્ઠ નેતાઓની સાથે ચર્ચા કરી શકે છે.

ઉલ્લેખનીય છે કે હાલમાં જ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી હતી. એવુ માનવામાં આવી રહ્યું છે કે કમલનાથે મળીને કોંગ્રેસ અધ્યક્ષને સલાહ આપી દીધી હતી કે પોતે પાર્ટીના આ વરિષ્ઠ નેતાઓ સાથે મળીને તેઓની નારાજગી દૂર કરવી જોઇએ, કેમ કે આ બધા પાર્ટીના વરિષ્ઠ નેતા છે અને તેમના પોતાનું રાજકી કદ છે.

સોનિયા ગાંધીના નિવાસ સ્થાન પર જનપથ પર શનિવારે યોજાનારી કોંગ્રેસ વરિષ્ઠ નેતાઓની બેઠક ઘણી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. કોંગ્રેસના નવા અધ્યક્ષ ચૂંટણી જાન્યુઆરી મહીનાના અંતે સુધીમાં થવી છે, જેની પુષ્ટી પાર્ટીના કેટલાક નેતાઓ સાર્વજનિક રીતે કરી ચૂકયાં છે. એવામાં સોનિયા ગાંધીએ આ બેઠકમાં પાર્ટીથી નારાજ ચાલી રહેલા વરિષ્ઠ નેતાઓમાંથી કેટલાંકને આમંત્રણ છે, જેની સાથે સોનિયા ગાંધી મુલાકાત કરશે જેથી આંતરિક નારાજગી દૂર કરી પાર્ટીને ફરી આગળની દિશા તરફ આગળ વધે.

જો કે એવી અટકળો લગાવામાં આવી રહી છે કે કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે રાહુલ ગાંધી તૈયાર નહીં થાય. એવામાં ગાંધી પરિવાર તરફથી વફાદારને અધ્યક્ષની ખુરશી સોંપવામાં આવે, જેને લઇને બેઠકમાં ચર્ચા થઇ શકે છે. સોનિયા ગાંધીના રાજકીય સચિવ અહમદ પટેલનું નિધન થઇ ચૂકયું છે. એવામાં સોનિયા ગાંધીને પણ પોતાનો એક સેનાપતિ નક્કી કરવાની જરૂરિયાત છે, જે પાર્ટીના વરિષ્ઠ અને યુવા નેતાઓ વચ્ચે સંતુલન બનાવી શકે.

ખરેખર, સોનિયા ગાંધીની ઉંમર અને આરોગ્યને ધ્યાનમાં લઇને પાર્ટીના નવા અધ્યક્ષની ચૂંટણી કરવાનું હશે. રાહુલ ગાંધીના રાજીનામાં આપ્યા બાદ સોનિયા ગાંધીએ બીજી વખત પાર્ટીની કમાન સંભાળી છે અને હવે ઉંમર તેમજ નાદુરસ્ત તબિયને લઇને તેઓ સક્રિય ભૂમિકા નિભાવી શકતા નથી, એવામાં પાર્ટીએ નવા અધ્યક્ષની પસંદગી કરવી પડશે.

(3:31 pm IST)