Gujarati News

Gujarati News

News of Friday, 18th December 2020

મેલ એકસપ્રેસ ટ્રેનના મુસાફરોને મુંબઈ લોકલમાં પ્રવાસની છૂટ

મુંબઈઃ મેલ- એકસપ્રેસ ટ્રેનોમાં પ્રવાસ કરતા મુસાફરોને લોકલ ટ્રેનોમાં પ્રવાસની પરવાનગી અપાઈ છે. જેથી બહારગામ જતી વખતે તેમજ ટ્રેનમાં પાછા ફર્યા બાદ પ્રવાસીઓ ઘરે જવા માટે કે ટ્રેન પકડવા માટે લોકલ ટ્રેનોમાં પ્રવાસ કરી શકશે.

 

જે પ્રવાસીઓ પાસે યોગ્ય આરક્ષિત ટિકીટ હોય તેઓ ટર્મિનસ સુધી પહોંચવા માટે ગમે તે સબર્બન સ્ટેશનથી ટિકીટ કઢાવી શકશે. પરંતુ તેમને માત્ર સિંગલ ટિકીટ અપાશે તેમજ ટ્રેન પકડવાના છ કલાક પહેલા આ પ્રવાસીઓ ટ્રેન પકડી શકશે.

તે સિવાય બહારગામની ટ્રેનમાં મુંબઈ આવનારા પ્રવાસીઓ ટ્રેનમાંથી ઉતર્યાના છ કલાક સુધી મુંબઈમાં ગમે ત્યાં જવા માટે લોકલ ટ્રેનોની ટિકીટ મેળવી શકશે. તેમજ લોકલ ટ્રેનમાં પ્રવાસ કરી શકશે.

આ માટે પ્રવાસીઓએ માત્ર તેમની આરક્ષિત ટિકીટ દેખાડવાની રહેશે.

(2:38 pm IST)