Gujarati News

Gujarati News

News of Tuesday, 18th December 2018

સ્ત્રી અને પુરુષ વચ્ચે સમાન વલણ રાખતા વિશ્વના 149 દેશોમાં ભારત 108 માં ક્રમે : વર્લ્ડ ઈકોનોમી ફોરમનો રિપોર્ટ

ન્યુયોર્ક : વિશ્વમાં આર્થિક બાબતે મહિલા તથા પુરુષ વચ્ચે સમાન વલણ રાખતા વિશ્વના 149 દેશોમાં આઇસલેન્ડ સતત 10 માં વર્ષે પ્રથમ ક્રમે છે.જયારે ભારત 108 માં ક્રમે હોવાનું  વર્લ્ડ ઈકોનોમી ફોરમના  રિપોર્ટ માં જણાવાયું છે.

 રિપોર્ટ અનુસાર, રાજનીતિ, હેલ્થ અને એજ્યુકેશનમાં મહિલા-પુરૂષ અસમાનતાની સ્થિતિમાં વર્ષે સુધારો થયો છે. પરંતુ ક્ષેત્રોમાં સમાનતાનું લક્ષ્ય મેળવવામાં 108 વર્ષ લાગી જશે. એક વર્ષની અંદરની સ્થિતિમાં 0.1 ટકાથી પણ ઓછો સુધારો થયો છે. ગયા વર્ષે મહિલા-પુરૂષોની ઉપલબ્ધિઓ અને વેલફેરમાં અંતર વધી ગયું હતું

  મહિલા-પુરૂષ સમાનતામાં આઇસલેન્ડ 85.8 ટકા સ્કોરની સાથે સતત 10માં વર્ષે પહેલાં નંબર પર રહ્યું છે. મહિલાઓના રાજકીય સશક્તિકરણમાં પણ તે ટોપ પર છે. જો કે, અહીં જનપ્રતિનિધિ, સીનિયર ઓફિસર અને મેનેજર તરીકે મહિલાઓના પ્રતિનિધિત્વમાં ઘટાડો આવ્યો છે. મહિલા-પુરૂષ સમાનતાના મામલે વિશ્વમાં ભારત 66.5 ટકાના સ્કોર સાથે 108માં નંબરે છે. રાજકીય સશક્તિકરણમાં દેશમાં મહિલા-પુરૂષોની સ્થિતિમાં અંદાજિત 40 ટકાનું અંતર છે. વર્લ્ડ ઇકોનોમિક ફોરમના રિપોર્ટ અનુસાર, વિશ્વમાં મેનેજર સ્તરના પદો પર માત્ર 34 ટકા મહિલાઓ છે. મહિલા-પુરૂષોના વેતનમાં 63 ટકાનું અંતર છે. મિડલ ઇસ્ટ અને નોર્થ આફ્રિકાનું પર્ફોર્મન્સ સૌથી ખરાબ છે.

 

(9:06 pm IST)