Gujarati News

Gujarati News

News of Tuesday, 18th December 2018

ઓ…હો… આ નવીન વાતઃ મધમાખીઓ પણ યોજે છે ૬૬ ચૂંટણીઓઃ આવી ચૂંટણીઓ સૌથી મોટી મધમાખી જીતે છે

મધમાખીઓ ૬૬ જેટલી ચૂંટણી યોજે છે, જેમાંની ૨૭ ચૂંટણી ઉચ્ચસ્તરીય હોય છે. ચૂંટણી વિશાળ સંખ્યામાં ઇંડા મૂકી શકવા સક્ષમ મધમાખીઓ વચ્ચે યોજાય છે, જ્યારે ૧૬ ચૂંટણી વધુ ઇંડા મૂકી શકે એવી અને થોડા ઓછા ઇંડા મૂકી શકે એવી મધમાખીઓ વચ્ચે યોજાય છે. સિવાય બાકીની ૨૩ ચૂંટણી ઓછી ગુણવત્તા ધરાવતી રાણીઓ વચ્ચે થાય છે. ચૂંટણીમાં મોટે ભાગે સૌથી મોટી મધમાખી જીતે છે, પરંતુ જરૂરી નથી કે વધુ ઇંડા મૂકી શકવા સક્ષમ હોય!

દરેક મધમાખી નૃત્ય કરીને મત આપે છે

દરેક મધમાખી નૃત્ય કરીને મત આપે છે અને જે સ્થળ માટે વધુ મધમાખીઓ નૃત્ય કરે તરફ મધમાખીઓનું ટોળું ઉડવા માંડે છે. નવાઈની વાત છે કે, ‘નાગરિકમધમાખીઓ પાસે શ્રેષ્ઠ વિકલ્પ ના હોય તો તેઓ ઉપલબ્ધ વિકલ્પોમાંથી સૌથી સારો વિકલ્પ પસંદ કરે છે. મધમાખીઓમાં રાણી પસંદ કરવાની પણ ખાસ પદ્ધતિ હોય છે. જ્યારે મધમાખીઓ નવો મધપૂડો વસાવવા જાય છે ત્યારે લોકશાહી પદ્ધતિથી સ્થળ પર પસંદગી ઉતારે છે. વખતે મધમાખીઓના ટોળાં સાથે સૌથી ઘરડી મધમાખી જાય છે, પરંતુ મધપૂડાના બધા સભ્યો જુદા નથી થતા.

કીડીઓ ખોરાક ભેગો કરવા લોકશાહી પદ્ધતિને અનુસરે છે

એવી રીતે, માણસ અને મધમાખીની જેમ સૌથી વધુ સામાજિકતા ધરાવતું કોઈ સજીવ હોયતો તે છે, કીડી, કીડીઓ પણ માળો બાંધવા અને ખોરાક ભેગો કરવા લોકશાહી પદ્ધતિને અનુસરે છે. કીડી સમાજ કેવી રીતે કામ કરે છે વિશે તો અનેક વિજ્ઞાાનીઓ સંશોધન કરી ચૂક્યા છે.

પક્ષીઓ પણ લોકશાહી પદ્ધતિ અપનાવે છે

ઉપરાંત પક્ષીઓ જેવા સમૂહમાં રહેતા સજીવો પણ લોકશાહી પદ્ધતિ અપનાવે છે. જેમ કે, સમૂહમાં રહેતા પક્ષીઓ કઈ દિશામાં ઉડવું જોઇએ એવો નિર્ણય લેવા માટે પણ ચૂંટણી જેવી પદ્ધતિ અપનાવે છે, જંતુ વિજ્ઞાાન કહે છે કે, ઉધઇ જેવા જીવનમાં તો સગાવાદ પણ જોવા મળે છે. ઉત્તર અમેરિકામાં થતી એક ઉધઇમાં રાણીનું મૃત્યુ થાય ત્યારે બિલકુલ તેના જેવા જનીન ધરાવતી ઉધઇની નેતા તરીકે પસંદગી કરાય છે.

વાંદરા પણ હુપાહુપ કરીને બહુમતીને માન આપે છે

જ્યારે વાંદરા પણ ખોરાકની શોધમાં કઇ દિશામાં હુપાહુપ કરીને ઠેકડા મારવા નક્કી કરવા બહુમતીને માન આપે છે.

(5:10 pm IST)