Gujarati News

Gujarati News

News of Tuesday, 18th December 2018

હરિયાણાના ઝજ્જરમા દેશની સૌથી મોટી કેન્‍સર હોસ્પિટલ-નેશનલ કેન્‍સર ઇન્સ્ટીટ્યુટનું નિર્માણ

દેશની સૌથી મોટી કેન્સર હોસ્પિટલ નેશનલ કેન્સર ઇન્સ્ટિટ્યુટ(NCI) દિલ્હીની નજીક હરિયાણાના ઝજ્જરમાં તૈયાર થઈ ગઈ છે તેમજ મંગળવારથી તેની સેવાઓ શરુ થઈ રહી છે. રુ. 2035 કરોડના ખર્ચે બનેલ હોસ્પિટલ AIIMSનો ભાર હળવો કરશે. હોસ્પિટલના OPD વિભાગની સેવાઓ મંગળવારથી શરુ થઈ રહી છે ત્યારે દર્દીઓને તમામ પ્રકારે સહાયરુપ બનવા માટે તૈયારીઓ કરી લેવામાં આવે છે. પાછલા અનેક દશકાઓમાં ભારતનો સૌથી મોટો પબ્લિક ફંડથી બનેલો હોસ્પિટલ પ્રોજેક્ટ છે.

દસકાઓ પછી પબ્લિક ફંડથી વિશાળ હોસ્પિટલનું નિર્માણ

AIIMSના નિર્દેશક ડૉ. રણદીપ ગુલેરિયાને હોસ્પિટલની જવાબદારી સોંપવામાં આવી છે. તેમણે કહ્યું કે 710 બેડ્સની હોસ્પિટલનું નિર્માણ થઈ ચૂક્યું છે. તેમણે કહ્યું કે હાલ OPD સેવાઓનું સોફ્ટ લોંચિંગ છે અને ત્યાર બાદ જાન્યુઆરીના મધ્ય સુધીમાં નાગરીકો માટે ઇન્ડોર એડમિશન પણ કેટલાક સ્તર સુધી શરુ કરી દેવામાં આવશે.

ત્રણ તબક્કામાં શરુ થશે વિશાળ હોસ્પિટલ

NCI ત્રણ તબક્કામાં શરુ થશે. પહેલો તબક્કો જાન્યુઆરી-માર્ચ 2019ની વચ્ચે શરુ થશે. જેમાં OPD અને 250 બેડ હશે. જે બાદ ડિસેમ્બર 2019માં ઇન્ડોર એડમિશન માટે 500 બેડ સુધી વધારી દેવામાં આવશે. તેના એક વર્ષ પછી હોસ્પિટલ પૂર્ણરુપે કાર્ય કરવા લાગશે. અધિકારીઓએ કહ્યું કે, પહેલા તબક્કા માટે 634 ડૉક્ટર્સ, નર્સ અને ટેક્નિશિયન્સની જરુર પડશે. જેમાંથી 110ની નિયુક્તિ કરી દેવામાં આવી છે જ્યારે બાકીના સ્ટાફની ભરતી શરુ છે.

AIIMSનો ભાર થશે હળવો

NCIના અધ્યક્ષ ડૉ. જી.કે. રથ કરશે. જે AIIMSના રોટરી કેન્સર હોસ્પિટલમાં ચીફ ઓફ ઇન્સ્ટિટ્યૂટ છે. સૂત્રો મુજબ કેન્સરની સારવાર માટે એક્સટર્નલ રેડિએશન આપવા માટે ઉપયોગમાં લેવામાં આવતા બે લીનિયર એક્સલરેટર રુ.48 કરોડના ખર્ચે ખરીદી લેવામાં આવ્યા છે. સાથે સિટી સ્કેન અને બિજા એક્સ રે મશીન પણ ખરીદી લેવામાં આવ્યા છે. એક લેબ પણ તૈયાર છે જે પ્રતિ દિવસ 60,000 સેમ્પલને પ્રોસેસ કરીને તેના પરિણામ આપી શકે છે. પૂર્ણ કાર્યક્ષમતા સાથે શરુ થઈ ગયા બાદ નેશનલ કેન્સર ઇન્ટિટ્યુટ(NCI) દેશમાં કેન્સર કેર માટે એક નોડલ સંસ્થાના સ્વરુપે કામ કરશે.

(5:17 pm IST)