Gujarati News

Gujarati News

News of Monday, 18th December 2017

રાહુલ કહે છે... કોંગ્રેસમાં મોટા ફેરબદલ થશે

કોંગ્રેસનું સંગઠન કરાશે મજબૂતઃ પાર્ટીમાં થશે મોટા ફેરબદલ

નવી દિલ્હી તા. ૧૮ : કોંગ્રેસ અઘ્યક્ષ બનવા અને પદ સંભાળ્યા બાદ કોંગ્રેસ અઘ્યક્ષ રાહુલ ગાંધીએ પોતાનો પહેલો ઈન્ટરવ્યૂ આપ્યો છે. તેમણે જણાવ્યું કે પાર્ટીમાં મોટા ફેરફાર કરવામાં આવશે અને લોકોને ઉત્સાહિત કરનારા ચહેરાઓને આગળ કરાશે. નેશનલ હેરાલ્ડને આપેલા ઈન્ટરવ્યૂમાં રાહુલે મોદી સરકાર પર પણ ખૂબ પ્રહાર કર્યા અન નોટબંધી અને જીએસટી જેવા પગલાંઓની પણ આલોચના કરી.

આરએસએસ અને બીજેપીની તુલનામાં કોંગ્રેસના નબળા સંગઠનને લઈને પૂછવામાં આવેલા સવાલના જવાબમાં રાહુલ ગાંધીએ કહ્યું, કોંગ્રેસને હજુ દ્યણુ કામ કરવાનું છે. દ્યણા એવા લોકો છે જે નવા છે, જેમને અમારે આગળ લાવવા પડશે. કોંગ્રેસમાં પ્રતિભાઓની કમી નથી. કોંગ્રેસ પાસે એવી પ્રતિભાઓ છે, અમારે તેમની પ્રતિભાનો ઉપયોગ કરવો પડશે. આ ધ્યાન રાખવું પડશે કે કોંગ્રેસ વિરુદ્ઘ સુનિયોજિત પ્રચાર અભિયાન ચાલી રહ્યું છે અને અમે દેશને કોંગ્રેસનો અસલી ચહેરો બતાવવા માંગીએ છીએ. આવનારા દિવસોમાં તમે એવા લોકોને જોશો, જેને જોઈને તમે ઉત્સાહિત થશો. તેમને જોઈને તમે પણ કહેશો કે હાં આ વ્યકિત આવ્યો છે, હું તેની સાથે જોડાવવા માંગું છું. હું આવા જ લોકો સાથે જોડાવવા માંગુ છું, જે સૌમ્ય છે અને મજબૂત છે.

જયારે તેમને પૂછવામાં આવ્યું કે શું તે પાર્ટીને ઉપરથી નીચે સુધી અથવા નીચેથી ઉપર સુધી બદલવાના છે તો રાહુલે કહ્યું, હાં, હકિકતમાં આ મારી યોજના નથી. આ કોંગ્રેસ પાર્ટીની ઈચ્છા છે કે તે બદલે, વિકસિત થાય હું તો માત્ર તેમાં મદદ કરીશ.

સત્ત્।ાધારી પાર્ટીને નિશાના પર લેતા કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું, બીજેપીએ સમાજને વિભાજિત કરી દીધો છે. તેમણે દેશમાં લોકોની વચ્ચે એક પ્રકારની દુશ્મની ફેલાવી દીધી છે. અને મારું માનવું છે કે કોંગ્રેસની ભૂમિકા લોકોની વચ્ચે એક સેતૂ, એક પુલ બનવાની છે. આપણે એવો સંવાદ શરૂ કરવાની જરૂર છે, જેમાં આપણે કહી શકીએ કે આપણે ભારતીય છે. કોઈ વર્ગ, જાતિ અથવા ધર્મ નથી, પરંતુ ભારતીયતા આપણી પહેલી ઓળખાય છે. આ પછી જ કોઈ ઓળખાણ આવે છે. કોંગ્રેસની વિચારધારા તેને જ આગળ વધારવાની છે.

દેશના પહેલા ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલની ઉપેક્ષાને લઈને મોદીને નિશાના પર રહેલી કોંગ્રેસ પાર્ટીના નવા અઘ્યક્ષે કહ્યું, જુઠ્ઠાણું ફેલાવાઈ રહ્યું છે કે સરકાર પટેલ અને જવાહર લાલ નેહરૂજીમાં નહોતું બનતું. આ ખોટું છે. જવાહર લાલ નેહરૂ અને સરદાર પટેલ પાક્કા મિત્ર હતા. બંનેએ સાથે-સાથે જેલમાં સમય પસાર કર્યો છે. કેટલાક મુદ્દાઓ પર બંનેએ મતભેદ થતા હતા, પરંતુ તે મિત્ર હતા. અને સરદાર પટેલજીએ તો આરએસએસ અને સંદ્યની તે વિચારધારા વિશે ખૂબ કડવા વેણ કહ્યા હતા, જેને નરેન્દ્ર મોદીજી અપનાવે છે.

નિર્વિરોધ રૂપથી પાર્ટીના અઘ્યક્ષની ખુરશી પોતાની માં સોનિયા ગાંધી પાસેથી હાંસેલ કરનારા રાહુલ ગાંધીએ કોંગ્રેસને વધારે લોકતાંત્રિક બનાવવાની વાત કરી છે. તેમણે કહ્યું, જી હાં, મારો ઈરાદો આ જ છે. અમે યુવા કોંગ્રેસ અને એનએસયૂઆઈમાં ખૂબ કામ કર્યું છે. ખૂબ સફળતાપૂર્વક કામ કર્યું છે. અમે પાર્ટીમાં વધારેથી વધારે નવા યુવા, ઉત્સાહિત કરનારા અને ઉર્જાવાન લોકો લાવવા ઈચ્છીએ છીએ. તેનો મતલબ આ નથી કે જૂના અને અનુભવી લોકોની કોઈ જગ્યા નથી હોય. કોંગ્રેસ પાર્ટીમાં જબરદસ્ત પ્રતિભા રહી છે અને હજુ પણ છે.(૨૧.૫)

(10:05 am IST)