Gujarati News

Gujarati News

News of Sunday, 18th November 2018

ભારત સરકારે કોસોવોની મહિલા બોક્સરને ન આપ્યા વિઝા

મુંબઇ :  ભારતમાં ચાલી રહેલા વિશ્વ મહિલા બોક્સિંગ ચેમ્પિયનશિપમાં કોસોવોની ખેલાડીને લઇ ઉદ્ભવેલો વિવાદ થંભવાનું નામ નથી લઇ રહ્યો. ભારત સરકાર દ્વારા કોસોવોના દળને વિઝા ન આપવાને લઇ હવે એશિયાઇ ઓલંપિક સમિતિ (ઓસીએ)એ રમતગમત મંત્રી અને ભારતીય ઓલંપિક સમિતિ (આઓએ)ને પત્ર લખ્યો છે.

દિલ્હીમાં યોજાઇ રહેલા આ ચેમ્પિયનશીપમાં 10માં સંસ્કરણમાં કોસોવોની એક માત્ર ખેલાડી ડોનઝેટા સાડિકુ ભાગ લેવાની છે. તેમની સાથે બે ટ્રેનર પણ છે. આ ત્રણેને અત્યાર સુધી વિઝા મળ્યા નથી. ઓસીએના અધ્યક્ષ શેખ અહેમદ અલ ફહદ અલ સબાહએ પોતાના પત્રમાં સાફ કહ્યું છે કે, કોસોવો મુ્દ્દા પર વિફલતાથી ભારતના ભવિષ્યમાં મોટી ટૂર્નામેન્ટની આયોજનોને યજમાની પર શંકા ઉદભવે છે.

(12:09 pm IST)