Gujarati News

Gujarati News

News of Thursday, 18th October 2018

ભારતીય રેલવે લેહમાં બનાવશે દુનિયાનું સૌથી ઊંચા સ્થળ પરનું રેલવે નેટવર્ક

નવી દિલ્હી :ભારતીય રેલવે લેહમાં વિશ્વનું સૌથી ઉંચા સ્થળે રેલવે નેટવર્ક બનાવશે ભારતીય રેલવેએ બિલાસપુર-મનાલી-લેહ રેલવે લાઈન નાખવાનું કામ શરૂ કરી દીધું છે.

આ રેલવે લાઈન સમુદ્રની સપાટીથી 5,360 મીટર ઊંચાઈ પર હશે, જેને લીધે તે દુનિયામાં સૌથી ઊંચા સ્થળનું રેલવે નેટવર્ક બનશે.આ નવી રેલવે લાઈન 465 કિલોમીટર લાંબી હશે અને તેની પર 30 સ્ટેશનો હશે.

આ રેલવે લાઈન બાંધવા પાછળ રૂ. 83,360 કરોડનો ખર્ચ અંદાજવામાં આવ્યો છે.આ રેલવે લાઈનથી ભારતના સૈનિકોને સરહદ પર પહોંચવામાં મદદ મળશે તેમજ આ વિસ્તારમાં પર્યટનને બળ મળશે.

(10:35 pm IST)