Gujarati News

Gujarati News

News of Thursday, 18th October 2018

બેંગલુરૂમાં આંતરરાષ્‍ટ્રીય સ્‍પોર્ટસ એડવેન્‍ચર કંપની જંપકિંગ ઇન્‍ટરનેશનલ દ્વારા તરતી રેસ્‍ટોરન્‍ટનો પ્રારંભઃ 22 મહેમાનોની ક્ષમતા

તમે પાણીની અંદર ચાલતી રેસ્ટોરાં કે જુદી જુદી થીમ પર બનેલી રેસ્ટોરાં જોઈ હશે. પરંતુ ક્યારેય હવામાં તરતી રેસ્ટોરાં જોઈ છે? હવે તમારે આવી રેસ્ટોરાંમાં જવા ઈન્ડિયાની બહાર જવાની જરૂર નથી. બેંગલુરુમાં આંતરરાષ્ટ્રીય સ્પોર્ટ્સ એડવેન્ચર કંપની જંપકિંગ ઈન્ટરનેશનલ દ્વારા તરતી રેસ્ટોરા બનાવવામાં આવી છે જેનું નામ છે ફ્લાય ડાઈનિંગ. અહીં તમે સારુ ફૂડ એન્જોય કરવા સાથે સાથે શહેરથી 160 ફીટ ઉપરનો વ્યુ પણ એન્જોય કરી શકો છો. રેસ્ટોરાંની બીજી સાઈડ સુંદર નાગવારા લેક આવેલુ છે અને બીજી બાજુ માન્યતા ટેક પાર્ક આવેલો છે. બેંગલુરુ ફરવા જાવ તો રેસ્ટોરાં ટ્રાય કરવા જેવી છે.

સેફ્ટી અને એડવેન્ચરઃ

જંપકિંગ ઈન્ટરનેશનલના સીઓઓ નિવેદિકા ગુપ્તા જણાવે છે, “જર્મનના નિયમ DIN 4112 મુજબ ક્રેન અને સીટ્સ ડિઝાઈન કરવામાં આવી છે. તેની રચના લોકોની સેફ્ટીને ધ્યાનમાં રાખીને કરવાાં આવી છે. અહીં ગેસ્ટ્સ માટે સેફ્ટી બેલ્ટ્સ પહેરવા જરૂરી છે. ઉપરાંત સર્વ કરનારા સ્ટાફની સેફ્ટીની પણ પૂરતી વ્યવસ્થા છે.”

ફૂડ અને ટાઈમિંગ્સઃ

એડવેન્ચરસ રાઈડ 4 વાગ્યે શરૂ થાય છે અને સાંજે 9.30 પૂર્ણ થાય છે. અહીં પહેલો રાઉન્ડ મોકટેલ્સનો હોય છે. મહેમાનોને ટિક્કા, નાચોસ અને ડિપ તથા ફિંગર ફ્રાઈઝ સાથે જુદા જુદા મોકટેલ આપવામાં આવે છે. 5 કોર્સના ડિનર 8.30 શરૂ થાય છે. તેમાં ચિકન અને વેજ ડિશિસ પીરસવામાં આવે છે. અહીં થોડા થોડા દિવસે મેન્યુ બદલાતુ રહે છે. નિવેદિકા જણાવે છે, “બીજી પોપ્યુલર ડિશ ગ્રિલ્ડ ચિકન, બ્રુશેટા, ફ્રુટ બાઉલ છે.”

22 જણ માટે જગ્યાઃ

રેસ્ટોરાંની ક્ષમતા 22 મહેમાનોને સમાવવાની છે. તેમાં વચ્ચોવચ ત્રણ સ્ટાફ (ચીફ, વેઈટર અને મનોરંજન કરનાર વ્યક્તિ) સાથે એક ટેબલ ગોઠવવામાં આવ્યું છે. નિવેદિકા જણાવે છે, “ગેસ્ટની ઉંમર ઓછામાં ઓછી 13 વર્ષ હોવી જોઈએ, હાઈટ 145 સે.મી હોવી જોઈએ અને વધુમાં વધુ વજન 150 કિલો હોવું જોઈએ.”

માટે પરફેક્ટ જગ્યાઃ

પ્રોડક્ટ લોન્ચ, બર્થ ડે પાર્ટી કે એડવેન્ચરસ ડિનર યોજવા માંગતા લોકો માટે એક પરફેક્ટ પ્લેસ છે. ઉપરાંત બેંગલુરુ ફરવા આવતા ટૂરિસ્ટ માટે પણ એક સારુ આકર્ષણ છે. તેમના માટે યાદગાર અનુભવ બની રહેશે.

કેટલો ખર્ચ થશે?

નિવેદિકાએ જણાવ્યું, “અઠવાડિયાના ચાલુ દિવસમાં મોકટેલ અને નાસ્તા માટે ચાર્જ રૂ. 3999 છે અને ડિનરના રૂ. 6999 છે. વીકેન્ડમાં 1000 રૂપિયા એક્સ્ટ્રા ચૂકવવા પડે છે. અહીં જમવા જવુ હોય તો 1 દિવસ એડવાન્સમાં બુક કરાવવું પડે છે. “

(5:37 pm IST)
  • રાજકોટ:સ્વાઈન ફ્લૂના વધુ એક દર્દીનું સારવાર દરમિયાન મોત:મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના અમરાપર ગામના 45 વર્ષીય પુરુષનું સ્વાઈન ફ્લૂથી મોત:ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન થયું મોત:ચાલુ વર્ષે સ્વાઈન ફલૂ થી મૃત્યુ આંક 25 પહોંચ્યો:ચાલુ વર્ષે કુલ 109 પોઝિટિવ કેશ નોંધાયા છે access_time 1:13 pm IST

  • જખૌ નજીકથી ભારતીય જળસીમામાંથી ત્રણ બોટ સાથે 18 માછીમારોનું અપહરણ :પાકિસ્તાન મરીન સિક્યુરિટીએ બોટ પર ફાયરિંગ કરીને માછીમારોનું કર્યું અપહરણ :માછીમારોમાં ભારે રોષ access_time 11:43 pm IST

  • મીટુ વિવાદ : એમ.જે. અકબરનું ૩૧મીએ નિવેદન લેવાશે : વધુ સુનાવણી તે જ દિવસેઃ એમ.જે. અકબર કોર્ટમાં હાજર ન રહ્યોઃ ગીતા લુથરા લડે છે તેમનો કેસ access_time 3:38 pm IST