Gujarati News

Gujarati News

News of Thursday, 18th October 2018

રામ મંદિર માટે શિયાળુ સત્રમાં કાયદો લાવી શકે છે મોદી સરકાર?

આવતા વર્ષે થતી લોકસભા ચૂંટણી પહેલા એકવાર ફરી રાજનીતિના કેન્દ્રમાં રામ મંદિરનો મુદ્દો છવાયો છે

નવી દિલ્હી તા. ૧૮ : મોદી સરકાર પર ઘરની અંદરથી જ ચારેય તરફથી દબાણ થતું જોવા મળી રહ્યું છે કે, તેઓ રામ મંદિરના નિર્માણ માટે સંસદમાં કાયદો લાવે અને અયોધ્યામાં રામજન્મ ભૂમિ પર મંદિર નિર્માણનો રસ્તો સાફ કરે.

આ શકયતા પર અંતિમ મોહર લાગી. રાષ્ટ્રીય સેવક સંઘના વિજયાદશમી કાર્યક્રમમાં મોહન ભાગવતના નિવેદનથી સંઘ પ્રમુખના સંબોધનમાં કહ્યું કે, રામમંદિર માટે કાયદો બનવો જોઇએ. જો ભાગવત એ વાત કહી રહ્યા છે તો તેઓ એક રીતે સીધો સરકારને ઇશારો કરી રહ્યા છે કે, સંઘ અને ભાજપના સમર્થકો અને રામ પ્રત્યે આસ્થા રાખતા લોકોની ભાવનાઓને ધ્યાનમાં રાખીને મોદી સરકારે સંસદમાં કાયદો લાવવો જોઇએ.

મોદી સરકાર પર મંદિર નિર્માણ માટે દબાણ ઓછું નથી. જમીન પર કાર્યકર્તાઓ અને મતદાતાઓને જવાબ આપવા અંગે ખુદને મંદિરના નિર્માણ માટે પ્રતિબધ્ધ દેખાવું ભાજપ માટે જરૂરી બનતું જોવા મળી રહ્યું છે.

બીજી બાજુ સંતોએ સરકારને આ મુદ્દે ઘેરવાનું શરૂ કર્યું  અને કહ્યું કે, મંદિર નિર્માણમાં મોડું થશે તો તેઓ બરદાસ્ત કરશે નહિ. સંતોનું કહેવું છે કે, શું ભાજપ મંદિર નિર્માણનો વાયદો ભૂલી ગઇ છે.

(3:30 pm IST)