Gujarati News

Gujarati News

News of Thursday, 18th October 2018

આખરે સબરીમાલા મંદિરના કપાટ ખુલ્યા : ભારે વિરોધ વચ્ચે મહિલાઓનો મંદિરમાં ભાવભેર પ્રવેશ : ભક્તો દ્વારા તેઓને અટકાવવાનો પ્રયાસ હજુ પણ ચાલુ

કેરળ : આખરે સબરીમાલા મંદિરમાં મહિલાઓને પ્રવેશ મેળવવામાં સફળતા મળી છે.સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ તમામ ઉંમરની મહિલાઓ માટે સાંજે 5 વાગ્યે દરવાજા ખુલ્લા મુકવાની ફરજ પડી હતી. ભાવભેર મંદિરના પગથિયાં ચડતી સ્ત્રીઓને ભક્તો દ્વારા રોકવાનો પ્રયાસ હજુ પણ ચાલુ હોવાથી હિંસક ઘટના આકાર લઇ શકે તેવી ભીતિ સેવાઈ રહી છે.

  સ્થળ પર તેનાત પોલીસ પણ અય્યપ્પા ભક્તોને રોકવામાં નિષ્ફળ છે. જોકે મુખ્યમંત્રી પી. વિજયન કહી રહ્યા છે કે શ્રદ્ધાળુઓને સબરીમાલા મંદિર જતા અટકાવવાની કોઇને પણ પરવાનગી નહીં અપાય. ઘણા શ્રદ્ધાળુ પહોંચી જતા નિલાક્કલ, પામ્બા અને સબરીમાલામાં સુરક્ષાની કડક વ્યવસ્થા કરવામાં આવી છે. પાંચ દિવસની માસિક પૂજા પછી 22 ઑક્ટોબરે મંદિર બંધ કરી દેવાશે.

  પરિસ્થિતિ જોતાં આખો વિસ્તાર છાવણીમાં તબદીલ કરાયો છે. છતાં પોલીસે બળપ્રયોગ કર્યો નથી. સરકાર સન્નિધાનમ અને ગર્ભગૃહ તરફ જતાં 18 પવિત્ર પગથિયાં પર મહિલા પોલીસ કર્મીઓને ગોઠવવા વિચારી રહી છે.મંદિરમાં મહિલાઓને પ્રવેશના વિરોધમાં નિલાક્કલમાં અય્યપ્પા ભક્ત એક મહિલાઓ ઝાડ પર ફાંસી લગાવી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જો કે પોલીસે તેન બચાવી લીધી છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:00 am IST)