Gujarati News

Gujarati News

News of Saturday, 18th September 2021

સમુદ્રની લહેરોનો આનંદ માણો : ભારતની પ્રથમ સ્વદેશી લગ્ઝરી ક્રૂઝ લાઇનર IRCTC કરશે લોન્ચ

સ્વદેશી ક્રુઝ મુસાફરોને ગોવા, દીવ, કોચી, લક્ષદ્વીપ અને શ્રીલંકા જેવા કેટલાક લોકપ્રિય ભારતીય અને આંતરરાષ્ટ્રીય પ્રવાસન સ્થળો પર લઈ જશે : બુકિંગ IRCTC વેબ પોર્ટલ દ્વારા કરી શકાય

નવી દિલ્હી :ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC) દેશનું પ્રથમ સ્વદેશી લગ્ઝરી ક્રુઝ લાઇનર લોન્ચ કરશે. તેનું બુકિંગ આજથી IRCTC વેબ પોર્ટલ દ્વારા કરી શકાય છે. આ સ્વદેશી ક્રુઝ મુસાફરોને ગોવા, દીવ, કોચી, લક્ષદ્વીપ અને શ્રીલંકા જેવા કેટલાક લોકપ્રિય ભારતીય અને આંતરરાષ્ટ્રીય પ્રવાસન સ્થળો પર લઈ જશે. IRCTCએ ભારતમાં પ્રથમ સ્વદેશી લગ્ઝરી ક્રુઝના પ્રચાર અને માર્કેટિંગ માટે મેસર્સ વોટરવેઝ લેઝર ટુરિઝમ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા સંચાલિત કોર્ડેલિયા ક્રુઝ સાથે કરાર કર્યા છે.

ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશને કહ્યું હતું કે, કોર્ડેલિયા ક્રૂઝ ભારતની પ્રીમિયમ ક્રૂઝ લાઇનર છે. તે ભારતમાં ક્રૂઝ સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા અને ચલાવવાની ઇચ્છા ધરાવે છે જે સ્ટાઇલિશ, લગ્ઝરી અને સૌથી અગત્યનું, કુદરતી રીતે ભારતીય છે.

IRCTC એ કહ્યું કે જહાજમાં સવાર મહેમાનોને ગોવા, દીવ, લક્ષદ્વીપ, કોચી અને શ્રીલંકા જેવા કેટલાક શ્રેષ્ઠ ભારતીય અને આંતરરાષ્ટ્રીય પર્યટન સ્થળો પર સફર કરવાનો અનુભવ હશે. બુકિંગ કરાવવા માટે IRCTC ની વેબસાઇટ www.irctctourism.com પર જવું પડશે. IRCTC એ પ્રમોશન અને માર્કેટિંગ માટે અને ભારતમાં પ્રથમ લગ્ઝરી ક્રૂઝ ચલાવવા માટે કોર્ડેલિયા સાથે કરાર કર્યા છે.

(11:21 am IST)