Gujarati News

Gujarati News

News of Friday, 18th September 2020

રાજકોટમાં સાંજે વધુ 57 સહિત આજે કુલ 98 કેસ નોંધાયા: આજે 156 દર્દીઓ સાજા થયા

રાજકોટ: શહેરમાં આજે સાંજે વધુ 57 અને બપોરે 41 રિપોર્ટ પોઝિટિવ આવતા આજે કુલ 98કેસ નોંધાતા કુલ કેસ 4928 થયા છે.આજે 156દર્દીઓ સાજા થતા હોસ્પિટલમાં રજા આપવામાં આવી છે.આજ સુધીનાં કોવિડ ડેથ  ૮૭ થયા છે.

આ અંગે મ્યુનિ.કોર્પોરેશનનાં સતાવાર યાદીમાં જણાવ્યા મુજબ મહાનગરપાલિકા વિસ્તારમાં બપોરે ૧૨:૦૦ વાગ્યા થી સાંજનાં 5 વાગ્યા સુધીમાં 57 કોરોના પોઝીટીવ કેસ નોંધાતા કુલ કેસ  4928 થયા. હાલ 1077 દર્દીઓ  સારવાર હેઠળ છે.

(8:12 pm IST)