Gujarati News

Gujarati News

News of Friday, 18th September 2020

નિકાસ ઉપર પ્રતિબંધ મુકાતા જ ડુંગળીના ભાવો ઘટ્યા : કિલોએ ૧૦ થી ૧પ રૂ.નું ગાબડુ

રાજકોટ, તા. ૧૭ :  ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળીના ભાવો સડસડાટ વધવા લાગતા કેન્દ્ર સરકારે ડુંગળીના નિકાસ ઉપર પ્રતિબંધ મુકતા જ ભાવો ગગડવા માંડયા છે. છેલ્લા બે દિ'માં કિલોએ ૧૦ થી ૧પ રૂ. ઘટી ગયા છે. ચાલુ વર્ષે ભારે વરસાદના કારણે ડુંગળીનો પાર્ક નિષ્ફળ જતા ડુંગળીના ભાવો વધવા લાગ્યા તા. ડુંગળીના ભાવો કાબુમાં રાખવા કેન્દ્ર સરકારે ડુંગળીના નિકાઇ ઉપર પ્રતિબ઼ધ મુકતા જ ડુંગળીના ભાવો ઘટવા લાગ્યા છે. વેપારી સુત્રોના જણાવ્યા મુજબ ડુંગળી એક મણ (ર૦ કિલો) ના ભાવ ૩૦૦ ની ૬૦૦ રૂ. હતા તે ઘટીને આજે રપ૦ થી ૪પ૦ રૂ. થઇ ગયા છે. હોલસેલમાં ડુંગળી એક કિલોના ભાવ ૩૦ થી ૪૦ રૂ. હતા તે ઘટીને ૧પ થી રપ રૂ. થઇ ગયા છે. રાજકોટ યાર્ડમાં ડુંગળી સૂકી એક મણના ભાવ ૮૧ થી ૪ર૧ રૂ. હતા જયારે લીલી ડુંગળીના ભાવ ૪૦૦ થી ૭૦૦ રૂ. રહ્યા હતા. ચાલુ વર્ષે ડુંગળીનો પાક નિષ્ફળ ગયો હોય ભાવો વધે તે પૂર્વે જ કેન્દ્ર સરકારે ડુંગળીના નિકાસ ઉપર પ્રતિબંધ મુકી દેતા ભાવો વધતા અટકી ગયા છે. જો કે ડુંગળીના નિકાલ ઉપર પ્રતિબંધ મુકાતા ખેડૂતોમાં ઉહાપોહ જાગ્યો છે.

(3:34 pm IST)