Gujarati News

Gujarati News

News of Friday, 18th September 2020

ટ્રમ્પ મારા સ્તન પર હાથ ફેરવતાઃ પુર્વ મોડેલે લગાવ્યો યૌન શોષણનો આરોપ

મુંબઇ : 'તેઓ મારા સ્તન અને નિતંબ ઉપર હાથ ફેરવતા હતા' આવા શબ્દો ઉચ્ચારી એક પૂર્વ મોડેલે અમેરીકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઉપર યૌન શોષણના આક્ષેપો કર્યા છે. એમી ડોરીસ નામની પૂર્વ મોડેલે જણાવ્યુ છે કે ૧૯૯૭ માં યુએસ ઓપન ટેનિસ ટુર્નામેન્ટ દરમિયાન મારી સાથે યૌન શોષણ કરવામાં આવ્યુ હતુ. એ સમયે હું ફકત ૨૪ વર્ષની હતી. ડોરીસે કહયુ કે 'તેઓએ તેમની જીભ મારા ગળાના નીચે ફેરવી હતી. મે તેમને પાછા ધકેલવા પ્રયાસ કર્યો હતો. તેમના હાથ મારા નીતંબ અને સ્તન ઉપર તેમજ પીઠ ઉપર એમ દરેક જગ્યાએ ફરી રહ્યા હતા'. એમી ડેરીસના આવા આરોપોથી ભારે ચકચાર મચી ગઇ છે.

(2:30 pm IST)