Gujarati News

Gujarati News

News of Friday, 18th September 2020

હ્યુમન કેપીટલ ઇન્ડેક્ષ

સ્વાસ્થ્ય અને શિક્ષણના મામલે વિશ્વના ૧૭૪ દેશોમાં

ભારત ૧૧૬માં ક્રમે : ૨૦૧૮થી સ્થિતી સુધરી

નવી દિલ્હી,તા.૧૮: વર્લ્ડ બેંકે હ્યુમન કેપિટલ ઇંડેકસમાં ભારતનો ૧૧૬મો રેન્કિંગ કરી છે. ભારતનો ૧૭૪ દેશોનો રેન્કિંગમાં આ સ્થાન આપવામાં આવ્યું છે. જો કે ભારતના સ્કોરમાં ૨૦૧૮ની  સરખામણીમાં થોડી વૃદ્ઘિ જોવા મળી છે. વર્લ્ડ બેંકે હ્યૂમન કેપિટલ ઇંડેકસ મુજબ ભારતનો સ્કોર ૦.૪૯ છે જયારે ૨૦૧૮માં આ સ્કોર ૦.૪૪ હતો.

આ પહેલા ૨૦૧૯માં વર્લ્ડ બેંક તરફથી જાહેર કરાયેલા રિપોર્ટમાં ભારતનો ૧૫૭ દેશોમાં ૧૧૫મા રેન્ક હતો. ત્યાર બાદ કેન્દ્ર સરકારે વર્લ્ડ બેંકના ઇંડેકસ પર સવાલ ઉઠાવ્યા હતા. કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે વર્લ્ડ બેંકે દેશમાં ગરીબોને સંકટમાંથી બહાર નીકાળવાની નીતિની અવગણના કરી છે.

વિશ્વ બેંકે ૨૦૨૦ હ્યૂમન કેપિટલ ઇંડેકસમાં ૧૭૪ દેશની શિક્ષા અને આરોગ્યનો ડેટા લીધો છે. આ ૧૭૪ દેશની કુલ ૯૮ ટકા વસ્તી છે. કોરોના પહેલા એટલે કે માર્ચ ૨૦૨૦ સુદી આ હ્યૂમન કેપિટલ ઇંડેકસમાં બાળકોને આપવામાં આવતી શિક્ષા અને આરોગ્યની સુવિધા પર મહત્વ આપવામાં આવ્યું છે. હ્યૂમન કેપિટલ ઇંડેકસ મુજબ સૌથી વધારે દેશએ સ્થિર ઉન્નતિ કરી છે, જયારે લો-ઇનકમ દેશોએ મોટી છલાંગ મારી છે. 

ગત વર્ષે ભારતની મુશ્કેલીઓ પર પૂછવા પર વર્લ્ડ બેંકે હ્યૂમન ડેવલપમેંટના ચીફ ઇકોનોમિસ્ટ રોબર્ટા ગાટીએ પત્રકારોને જણાવ્યું કે તેમની ટીમે તેમની કવોલિટી સુધારવા માટે દેશો સાથે કામ કર્યું છે કે જેના કારણે સારો ઇંડેકસ બનાવામાં આવી શકે. રોબાટા ગાડીએ આગળ કહ્યું કે આ ઇંડેકસ કન્વરસેશન ઓપનર છે જે અમે પોતાના કલાઇંટ દેશો સાથે તે અંગે ચર્ચા કરી છે. રોબોટા ગાડીએ કહ્યું અમે અમારા કેટલાંક કલાઇંટ દેશો સાથે સીધી કામ કર્યું છે જેથી ઇંડેકસનો ઉપયોગ મેજરમેંટને સુધાવા માટે કરવામાં આવી શકે અને ભારત તેમાંથી એક દેશ છે.

તેના આધાર પર ભારત સરકાર હ્યૂમન કેપિટલને મદદ કરવા માટે ડાયમેંશનની પ્રાથમિકતા પર વિચાર કરી શકે છે. તેમણે આગળ કહ્યું કે વર્લ્ડ બેંક ભારતની ઓથોરિટીની સાથે ગરીબ લોકોની આજીવિકામાં મદદ કરી રહ્યું છે, જે સૌથી મહત્વપૂર્ણ છે. આ દરમિયાન વર્લ્ડ બેંકના અધ્યક્ષ ડેવિડ માલપાસે કહ્યું કે કોરોનાવાયરસે વિશ્વભરમાં કહેર વર્તાવ્યો છે. આ કારણે ગરીબી અને ડિસ્ટ્રેસમાં સૌથી વધુ વધારો થયો છે.

આ મહામારીમાં લોકોને પ્રોટેકટ કરવા માટે અમે દેશોની સાથે કામ કરી રહ્યાં છે. માલપાસે આગળ કહ્યું કે વિકાસશીલ દેશો પર કોરોનાવાયરસનો સૌથી વધુ પ્રભાવ થયો છે. વર્લ્ડ બેંક અનુસાર આ દરમિયાન રોજગારમાં અંદાજે ૧૨ ટકા જેટલો ઘટાડો થયો છે.

(11:41 am IST)