Gujarati News

Gujarati News

News of Wednesday, 18th September 2019

ભાષા વિવાદ મામલે અમિતભાઇ શાહે કહ્યું મેં ક્યારેય હિન્દી થોપવાની વાત કરી નથી

જો તેના પર કોઇએ રાજનીતિ કરવી છે તો એ કરતા રહે

 

નવી દિલ્હી : હિન્દી પર ચાલી રહેલા વિવાદ મામલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહે કહ્યું કે એમણે ક્યારેય હિન્દી થોપવાની વાત કરી નથી. ન્યૂઝ એજન્સી એએનઆઇએ અમિતભાઈ શાહના હવાલાથી કહ્યું, મેં માત્ર હિન્દીને અન્ય ભાષા તરીકે શીખવાનો અનુરોધ કર્યો હતો.

  • અમિતભાઈ  શાહે કહ્યું કે, હું ખુદ એક બિન હિન્દી રાજ્ય ગુજરાતથી આવું છું તેઓએ વધુમાં કહ્યું કે જો તેના પર કોઇએ રાજનીતિ કરવી છે તો કરતા રહે
  •   અત્રે ઉલ્લેખનીય છે કે હિન્દી દિવસ પર બીજેપી અધ્યક્ષ અમિતભાઈ  શાહ દ્વારા આપવામાં આવેલા એક નિવેદનને લઇને ઘમાસાણ સર્જાયું છે.
  • હિન્દી દિવસના અવસરે ગૃહ મંત્રી અમિતભાઈ  શાહે હિન્દીના માધ્યમથી આખા દેશને જોડવાની અપીલ કરી હતી. અમિતભાઈ  શાહે કહ્યું હતું કે વિભિન્ન ભાષાઓ અને બોલીઓ અમારા દેશની તાકાત છે. પરંતુ દેશને એક ભાષાની જરૂર છે એટલે અહીં વિદેશી ભાષાઓને જગ્યા મળી શકે. ગૃહમંત્રી અમિતભાઈ  શાહે દરમિયાન હિન્દીને રાષ્ટ્રભાષા બનાવવાની અપીલ કરી હતી.

તેના વિરોધમાં બીજેપી પાર્ટીમાંથી અવાજ ઉઠવા લાગી હતી. . ભારતમાં બીજેપીના સૌથી કદાવર નેતા અને કર્ણાટકના સીએમ બી. એસ. યેદિયૂરપ્પાએ પાર્ટી પ્રમુખ અમિતભાઈ  શાહના 'દેશભરમાં હિન્દી ભાષાને રાષ્ટ્ર ભાષા રૂપે ઉપયોગ' કરવાની અપીલ પર અપ્રત્યક્ષ રૂપે ના કહી દીધી હતી.

(11:04 pm IST)