Gujarati News

Gujarati News

News of Wednesday, 18th September 2019

કેટરીંગના વેપારીઓને હવે ૫% જીએસટી લાગશે

આઉટડોર કેટરીંગમાં ૧૮ ટકા જીએસટી હતો, તેમાં ૧૩ ટકાનો ઘટાડો : ફેડરેશન ઓલ ઓફ ઈન્ડિયા કેટરર્સની મહેનત લેખે લાગી : આભાર વ્યકત કર્યો

રાજકોટ, તા. ૧૮ : કેટરીંગનો વ્યવસાય કરતા વેપારીઓ માટે ખુશખબર છે. સરકાર દ્વારા જીએસટીનો ઘટાડો કર્યો છે. જેથી હવે ૫ ટકા જ જીએસટી લાગશે.

કેટરીંગનો વ્યવસાય કરતા વેપારીઓને ૧૮ ટકા જીએસટી લાગતો હતો. જેમાં ૧૩ ટકાનો ઘટાડો કરતા હવે ૫ ટકા જ ટેકસ લાગશે.

ફેડરેશન ઓલ ઓફ ઈન્ડિયા કેટરર્સના જનરલ સેક્રેટરી કિરીટભાઈ બુદ્ધદેવએ જણાવ્યુ હતું કે ઉકત મામલે એસો.ના અતુલ મહેતા, પ્રતાપ જાડેજા, પંકજ કોઠારી અને ગોપાલ શેટ્ટી (તમામ બેંગ્લોરના) સહિતની ટીમ રજૂઆતો કરતા હતા.

જેને સફળતા મળી હોવાનું રાજકોટના જનરલ સેક્રેટરી કિરીટભાઈ બુદ્ધદેવ અને પ્રમુખ નરેન્દ્રભાઈ સોમાણીએ જણાવ્યુ હતું.

(3:55 pm IST)