Gujarati News

Gujarati News

News of Wednesday, 18th September 2019

ધારાસભાની પેટાચૂંટણીને ધ્યાને રાખીને નિર્ણય ?

નવા નિયમો સામેનો લોકોનો રોષ સરકારને ભારે પડી શકે

રાજકોટઃ રાજ્યમાં ૬ જેટલી વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી જાહેર થવાની તૈયારી છે. ટ્રાફીકના નવા કાયદાના અમલથી રાજ્યવ્યાપી લોકરોષ વ્યાપેલ. જો આ રોષ યથાવત રહે તો પેટાચૂંટણીમાં ભાજપને મોટો ફટકો પડી શકે તેવી ભીતિને અનુલક્ષીને સરકારે હેલ્મેટ અને પીયુસીમાં ૧૫ ઓકટોબર સુધીની રાહત આપી હોય તેવુ બનવા જોગ છે તેમ રાજકીય વર્તુળોમાં ચર્ચાય રહ્યુ છે. સત્તાવાર વર્તુળો આ બાબતને સમર્થન આપતા નથી પરંતુ સમગ્ર રાજ્યને ધ્યાને રાખી લોકલાગણી મુજબ રાહત આપ્યાનો દાવો કરે છે.

(3:16 pm IST)