Gujarati News

Gujarati News

News of Wednesday, 18th September 2019

' હાઉડી મોદી 'સમારોહ ભારતમાં કેમ યોજતા નથી ?: કપિલ સિમ્બલ

દેશના અર્થતંત્રને કોઈ લાભ નથી,માત્ર પીએમની પબ્લિસિટી માટે કાર્યક્રમ : સરકારે અર્થતંત્રના ભાવિને નષ્ટ કર્યું

નવી દિલ્હી :  કોંગ્રેસી નેતા કપિલ સિબલે અમેરિકામાં યોજાઇ રહેલા હાઉડી મોદી સમારોહ પર સવાલ ઉઠાવતા કહ્યું કે  આવો સમારોહ ભારતમાં કેમ નથી યોજતા ?

તેમણે કહ્યું કે આવો સમારોહ ભારતમાં યોજાય તો સ્થાનિક લોકો વડા પ્રધાનને પોતાની સમસ્યાઓથી વાકેફ કરી શકે. અમેરિકામાં વસતા ભારતીયોને કોઇ તકલીફ નથી પડતી. અહીં લોકોને બેકારી, જીવનજરૂરી ચીજોની તંગી વગેરે ઘણી તકલીફો સહેવી પડે છે.

 કપિલ સિબલે એવો દાવો કર્યો હતેા કે અમેરિકામાં યોજાનારા આ સમારોહથી દેશને કે દેશના અર્થતંત્રને કશો લાભ થવાનો નથી. આ તો વડા પ્રધાનની પબ્લિસિટી માટે થઇ રહ્યું છે.

કપિલ સિમ્બલે એવો આક્ષેપ કર્યો હતો કે હાલની સરકારે અર્થતંત્રના ભાવિને નષ્ટ કરી નાખ્યું છે. નાગરિકોનું ભાવિ અંધકારમય થઇ જાય એવી સરકાર નીતિઓ છે. અર્થતંત્ર ખાડે થઇ રહ્યું છે એની સરકારને કશી પરવા નથી.

(1:25 pm IST)