Gujarati News

Gujarati News

News of Wednesday, 18th September 2019

કાશ્મીરમાં કેન્દ્ર સરકારનું કડક વલણઃ ફારૂખ અબ્દુલ્લા બાદ અનેક નેતાઓ ઉપર પીએસએ લાગી શકે છે

પબ્લીક સેફટી હેઠળ કોઈપણ વ્યકિતને કેસ ચલાવ્યા વિના બે વર્ષ જેલમાં ધકેલી શકાય છે

નવીદિલ્હીઃ કાશ્મીરને લઈને કેન્દ્ર સરકાર સખ્ત છે. ૩૭૦મીમ કલમ હટાવાયા બાદ શાંતિ- વ્યવસ્થા જાળવવા જમ્મુ- કાશ્મીર તંત્રને પણ લોકોને ઉશ્કેરવા અથવા કાયદાનો ભંગ કરનાર સામે પીએસએ લગાડવા સૂચના આપી છે. સૂત્રોના જણાવ્યા મુજબ આવનાર સમયમાં રાજકીય પક્ષોના પ્રતિનિધીઓ, અલગતાવાદી નેતાઓ અને કથીત સામાજીક સંગઠનોના સભ્યો વિરૂધ્ધ પીએસએ લગાડાઈ શકે છે. આ કાયદો એના ઉપર લગાડાશે જે ૩૭૦મી કલમ હટાવાયા બાદ આડા ચાલી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ ૩૫૦થી વધુ લોકો ઉપર જલ્દી જ પીએસએ લગાડાશે.

જમ્મુ- કાશ્મીરમાં સોમવારે જ પીએસએ પૂર્વ મુખ્યમંત્રી ફારૂખ અબ્દુલ્લા ઉપર લગાડી ધરપકડ કરી લેવાય છે. તેઓ આ પૂર્વે એક મહિના જેટલું નજર બંધ રહ્યા હતા. પીએસએ હેઠળ કોઈ પણ કેસના કોઈપણ વ્યકિતને બે વર્ષ સુધી જેલમાં રાખી શકાય છે. એક આઈપીએસ અધિકારી મુજબ જમ્મુ-કાશ્મીરમાં ફારૂખ અબદુલ્લા બાદ અનેક લોકો ઉપર પીએસએ હેઠળ કાર્યવાહી થશે.

૩૭૦ની કલમ હાટવાયાના દોઢ મહિના બાદ પણ જમ્મુ- કાશ્મીરમાં નજરબંધ રહેલ અથવા અન્ય રાજયોની જેલમાં કેદ લોકોને મુખ્ય ધારામાં પરત ફરવા પૂછાયુ છે. જે માટે સરકાર પણ પૂરી મદદ કરવા તૈયાર હોવા છતા અલગતાવાદીઓ પાસેથી ખાસ કાઈ સફળતા મળી નથી.

આ બધા રાજકીય પક્ષો સાથે જોડાયેલ લોકો બાદ જમ્મુ- કાશ્મીરની જેલોમાં બંધ ભૂતકાળમાં પત્થરબાજી અને તોફાનની ઘટનામાં સામેલ યુવાઓનો નંબર છે. દરમિયાન નજરબંધ અને જેલમાં રહેલ લોકો હવે કોર્ટ તરફ જવાના હોવાના હેવાલો સરકારને મળ્યા છે. આ લોકોને મદદ કરવા દેશ- વિદેશના સંગઠનો તૈયાર છે.

જેલમાં બંધ ૨૦૦થી વધુ લોકો અગાઉ પણ પીએસએ હેઠળ કેદ થઈ ચૂકયા છે. પીએસએ હેઠળ ૧૬ વર્ષથી ઉપરથી કોઈ પણ વ્યકિતને કોઈ કેસ ચલાવ્યા વિના જેલમાં બે વર્ષ સુધી ધકેલવાની સત્તા છે.

(1:13 pm IST)