Gujarati News

Gujarati News

News of Tuesday, 18th September 2018

IPOના બે દિવસ પહેલાં પ્રાઇસ બેન્ડ જાહેર થઈ શકશે;મહત્વનો નિર્ણંય

મુંબઈ :સેબી દ્વારા  IPO અને બાયબેક અંગે બે મહત્ત્વના નિર્ણય જાહેર કર્યા છે. કંપનીઓ હવે IPOના બે દિવસ પહેલાં પ્રાઇસ બેન્ડ જાહેર કરી શકશે. લોકો માટે જાહેરાતની જરૂરિયાત અંગે સ્પષ્ટતા કરવા શેર બાયબેકના નિયમોમાં પણ ફેરફાર કરાયો છે. કંપનીઓએ અત્યારે IPOની પ્રાઇસ બેન્ડ ઇશ્યૂના પાંચ દિવસ પહેલાં જાહેર કરવી પડે છે. હવે તે ગાળો ઘટાડીને બે દિવસ કરવામાં આવ્યો છે.

(9:50 pm IST)