Gujarati News

Gujarati News

News of Tuesday, 18th September 2018

પદ્મશ્રી શીતલ મહાજને 13000 ફૂટ ઊંચાઇએથી પીએમ મોદીને આપી જન્મદિનની શુભેચ્છા

 

નવી દિલ્હી :ગઈકાલે 17 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદીનો જન્મદિવસ હતો. ત્યારે પદ્મશ્રી વિજેતા 35 વર્ષીય શીતલ મહાજને અનોખી રીતે પીએમને બર્થડે વિશ કર્યુ હતુ. ઈન્ડિયન સ્કાઈડાઈવર શીતલે અમેરિકાના શિકાગોમાં 13000 ફૂટની ઊંચાઈએ થી છલાંગ લગાવી વડાપ્રધાનને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી

   તેણે વીડિયો પોતાના ફેસબુક પર પણ અપલોડ કર્યો છે. ભારતીય પેરાજંપર શીતલ મહાજને અમેરિકાના શિકાગોમાં 13 હજાર ફૂટની ઉંચાઇ પરથી એક વિમાનમાંથી કુદીને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસનો શુભેચ્છા આપી છે.

શીતલે પીએમ મોદી માટે સંદેશ હાથમાં લઇને જંપ માર્યો હતો મહાજનના સફળ કારનામા પછી પોતાના અનોખા અંદાજનો વીડિયો ફેસબુક પર અપલોડ કર્યો હતો.

(12:54 pm IST)