Gujarati News

Gujarati News

News of Tuesday, 18th September 2018

ડોલર સામે રૂપિયાની પથારી ફેરવવાનું આંતરરાષ્ટ્રીય ષડયંત્ર

બીગ એકસપોઝ...સિંગાપોર, દુબઈ, લંડન અને ન્યુયોર્ક થકી રૂપિયાને તોડવાનું ષડયંત્રઃ અનેક બ્રોકરેજ ફર્મ, ફાયનાન્સીયલ એજન્સીઓની સંડોવણી હોવાનું ખુલ્યું : ૨૦૧૩માં રૂપિયાનું મૂલ્ય ઘટાડનાર તત્વો ફરી બેઠા થયાઃ ડિસેમ્બર સુધીમાં ડોલર સામે રૂપિયાનું મૂલ્ય રૂ. ૧૦૦ કરવા ખોફનાક ઈરાદાઃ મોદી સરકારની લોકપ્રિયતા જોખમમાં છે તેવા ટાંકણે વિરોધી તત્વો મેદાનમાં

નવી દિલ્હી, તા. ૧૮ :. ડોલર સામે રૂપિયાનું સતત ધોવાણ થઈ રહ્યુ છે. રૂપિયાના ધોવાણને કારણે પેટ્રોલ અને ડીઝલના ભાવ રોજેરોજ વધી રહ્યા છે અને મોદીના નેતૃત્વ હેઠળની સરકાર સામે લોકોનો રોષ વધી રહ્યો છે તેવા ટાંકણે વિરોધી તત્વો ફંુફાડા મારીને બેઠા થયા છે અને તેઓએ રૂપિયાને પતાવી દેવાનું ખોફનાક ષડયંત્ર ઘડયુ હોવાનું બહાર આવતા ખળભળાટ મચી ગયો છે. કેટલીક બ્રોકરેજ ફર્મ, ફાયનાન્સીયલ એજન્સીઓએ સિંગાપોર, દુબઈ, લંડન અને ન્યુયોર્ક થકી રૂપિયાને પતાવી દેવાનું કાવત્રુ રચ્યુ હોવાનું જાણવા મળે છે. ૨૦૧૩માં જે તત્વોએ રૂપિયાનું મૂલ્ય ઘટાડવામાં ભૂંડી ભૂમિકા ભજવી હતી તેઓ ફરી સક્રીય થયા હોવાનું પણ બહાર આવ્યુ છે.

દેશમાં અત્યારે આર્થિક વાવાઝોડુ ફંકાયુ છે અને ભાજપના નેતૃત્વ હેઠળની સરકારની લોકપ્રિયતા ખતરામાં મુકાઈ છે અને વડાપ્રધાન મોદીએ અર્થતંત્રની ગાડી પાટે ચડાવવા લગામ પોતાના હાથમાં લીધી છે તેવા ટાંકણે આ ષડયંત્ર બહાર આવતા સરકાર પણ ચોંકી ઉઠી હોવાનું જાણવા મળે છે. દેશનું અર્થતંત્ર મજબુત હોવા છતા પણ ભારતીય રૂપિયાનું મૂલ્ય એશિયામાં સાવ નબળુ પડી જતા કંઈક ખોટુ રંધાતુ હોવાની ગંધ પણ આવી રહી છે.

ન્યુઝ એકસના એક અહેવાલ અનુસાર કેટલાક નિવૃત અધિકારીઓ કે જેમણે ૨૦૧૩માં ખુલાસો કર્યો હતો તે તત્કાલીન સરકારના એક ટોચના સભ્યની અધ્યક્ષતામાં એક ગુપ્ત કેબલ જાણી જોઈને રૂપિયાના મૂલ્યને ઘટાડવાનું કામ રહ્યુ હતું તે ફરી એક વખત કરન્સી બજારમાં સક્રીય થયુ છે અને તેઓનો ઈરાદો એ સુનિશ્ચિત કરવાનો છે કે, આ ડીસેમ્બર સુધીમાં રૂપિયો અમેરિકી ડોલરના મુકાબલે ૧૦૦ રૂપિયા જેટલી નીચી સપાટી દર્શાવે. તેઓ પોતાના આ ખોફનાક ઈરાદાઓ પાર પાડવા વિવિધ પ્રકારની ખેલ ખેલી રહ્યા છે.

એવુ અહેવાલમાં દર્શાવાયુ છે કે, સિંગાપોર, દુબઈ, લંડન અને ન્યુયોર્ક કે જ્યાં રીઝર્વ બેન્ક પહોંચી શકતી નથી ત્યાં કેટલીક કંપનીઓ અને નાણાકીય એજન્સીઓ રૂપિયાને તોડવાની કાર્યવાહીમાં સામેલ છે. જે રીતે રૂપિયો નબળો પડતો જાય છે એની અર્થતંત્ર પર વ્યાપક અસરો પણ પડી રહી છે. સમગ્ર એશીયામાં રૂપિયો સૌથી વધુ નબળો પડયો છે.

એવુ પણ જાણવા મળે છે કે, યુપીએ સરકારના ૧૦ વર્ષમાં જે લોકો અર્થતંત્રની પથારી ફેરવવા માટે જવાબદાર હતા તેઓ હજુ પણ કેટલાક પદ ઉપર બિરાજમાન છે અને તેઓ પણ રૂપિયાને પતાવી દેવા માટે ભૂમિકા ભજવી રહ્યા છે. આ બધાની ઓળખ કરવા અને તેમને પકડવા તપાસ એજન્સીઓ માટે કામ અસંભવ નથી.

(3:47 pm IST)
  • અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરામાં પેટ્રોલ- ડિઝલના આજના ભાવ : પેટ્રોલમાં ૧૦ પૈસા અને ડિઝલમાં ૯ પૈસાનો વધારો : વડોદરા પેટ્રોલ-૮૧.૦૦, ડિઝલ-૭૮.૯૯,અમદાવાદ પેટ્રોલ-૮૧.૨૯, ડિઝલ- ૭૯.૨૮, સુરત પેટ્રોલ- ૮૧.૨૭, ડિઝલ-૭૯.૨૮, રાજકોટ પેટ્રોલ- ૮૧.૧૦, ડિઝલ- ૭૯.૧૦ access_time 11:25 am IST

  • બીએચયુમાં પીએમ મોદીનું સંબોધનઃ વારાણસીમાં મોદી ભોજપુરીમાં બોલ્યાઃ મોદીએ કહ્યું કે ૪ વર્ષમાં કાશી બદલાઇ ગયું: અને કાશીને ભોલેના સહારે છોડી દીધું access_time 1:24 pm IST

  • કચ્છ:પ્લોટની સ્કીમમાં 50 લાખની ચીટીંગ કર્યાની ફરિયાદ:સન ડેવલોપર્સનાં 3 બિલ્ડરો પર ફરીયાદ પોલિસ ફરીયાદ નોંધાઈ :મુન્દ્રાના વિરાણીયામાં સન સિટી-૧,૨ શરૂ કરી પ્લોટ ન આપી ઠગાઇ :માસિક હપ્તા ઉઘરાવીને ૭૧ લોકો સાથે છેતરપીંડી:ભુજ શહેર એ ડિવિઝન પોલીસ મથકે નોંધાઈ ફરિયાદ access_time 10:33 pm IST