Gujarati News

Gujarati News

News of Wednesday, 18th August 2021

100 ટકા બેઠક ક્ષમતા ધરાવતી બસો અને મેટ્રો ચલાવવા માટે દિલ્હી સરકારે લીધેલા નિર્ણયને પડકારતી અરજી હાઇકોર્ટે ફગાવી : તમે 50 ટકા ક્ષમતાથી ચલાવવાનું કહો છો કાલે કોઈ 20 ટકા કહેશે : જાહેર પરિવહનના સાધનો , બજારો, રેસ્ટોરન્ટ્સ, સિનેમાઘરો વગેરે ખોલવા અને ચલાવવાના નિર્ણયો લેવાનું કામ નીતિગત છે : તેમાં ફેરફાર કરવાની મંજૂરી આપી શકાય નહીં

ન્યુદિલ્હી : દિલ્હી હાઇકોર્ટે મંગળવારે દિલ્હી સરકારના ઇન્ટ્રા-સ્ટેટ બસો અને દિલ્હી મેટ્રોને 100 ટકા બેઠક ક્ષમતા પર ચલાવવાના નિર્ણયને પડકારતી અરજી ફગાવી દીધી હતી .
 
નામદાર કોર્ટે કહ્યું હતું કે તમે 50 ટકા ક્ષમતાથી ચલાવવાનું કહો છો કાલે કોઈ 20 ટકા કહેશે . જાહેર પરિવહનના સાધનો , બજારો, રેસ્ટોરન્ટ્સ, સિનેમાઘરો વગેરે ખોલવા અને ચલાવવાના નિર્ણયો લેવાનું કામ નીતિગત છે . તેમાં ફેરફાર કરવાની મંજૂરી આપી શકાય નહીં .

જાહેર પરિવહનના સાધનો ,બજારો, રેસ્ટોરન્ટ્સ, સિનેમાઘરો વગેરે ખોલવા અને ચલાવવાના વહીવટની જવાબદારી સંભાળતા જવાબદાર સક્ષમ અધિકારીઓ દ્વારા લેવાયેલો નીતિગત નિર્ણય છે. જ્યારે અધિકારીઓ આ જવાબદારી સંભાળી  રહ્યા હોય ત્યારે આપણે દખલ શા માટે કરવી જોઈએ? તમારા માટે દિલ્હી મેટ્રોનો ઉપયોગ કરવો ફરજીયાત નથી. આજે તમે 50 ટકા કહો છો. કાલે કોઈ 20 ટકા કહેશે. શું સરકાર આ રીતે ચાલે છે?

દિલ્હી સરકાર વતી એડવોકેટ શોભના ટાકિયારે કોર્ટને જાણ કરી હતી કે ફરીથી ખોલવાનો નિર્ણય એક કમિટી  દ્વારા લેવામાં આવ્યો છે. જે અંગે નામદાર કોર્ટે સંમતિ વ્યક્ત કરી હતી.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(7:44 pm IST)