Gujarati News

Gujarati News

News of Wednesday, 18th August 2021

IVFથી જન્મેલા બાળક પર માત્ર માતાનો અધિકાર : હાઇકોર્ટ

IVFથી જન્મેલા બાળકના જન્મ-મૃત્યુ રજિસ્ટ્રેશન માટે પિતાની માહિતી માગવી યોગ્ય નથી

કોચી,તા. ૧૮ : કેરળ હાઇકોર્ટે એક કેસની સુનાવણી કરતા કહ્યુ હતુ કે IVFથી જન્મેલા બાળકના જન્મ-મૃત્યુ રજિસ્ટ્રેશન માટે પિતાની માહિતી માગવી યોગ્ય નથી. કોર્ટે કહ્યુ હતુ કે IVF જેવી સહાયક પ્રજનન ટેકિનકો (ART)થી એકલી મહિલાને ગર્ભધારણની માન્યતા આપવામાં આવી છે. અને એ પધ્ધતિથી જન્મેલા બાળકોના જન્મ-મૃત્યુના રજિસ્ટ્રેશનમાં પિતા વિશે માહિતી માગવી એ માતાની સાથે-સાથે તે બાળકના સન્માનના અધિકારને અસર કરી શકે છે. હાઇકોર્ટે કેરળ સરકારને આવા મામલા માટે અલગ પ્રકારની અરજી પત્ર બનાવવા નિર્દેશ આપ્યો છે.

હાઇકોર્ટે આવુ કરવું મહિલા અને બાળકના સન્માને ઠેસ પહોંચાડવું છે. આ અરજીમાં એક છુટાછેડાવાળી મહિલાને જણાવ્યું હતુ કે તે ઇન-વિટ્રો ફર્ટિલાઇઝેશન (IVF) દ્વારા ગર્ભવતી થઇ છે. હાલ આઠ મહિનાનો ગર્ભ છે. જન્મ-મૃત્યુ રજિસ્ટ્રેશન નિયમાવલિ ૧૯૭૦ હેઠળ તેને જન્મ પ્રમાણપત્રની અરજીમાં બાળકના પિતાનું નામ લખવાનું હોય છે. તેણે કહ્યુ હતુ કે ઇચ્છા હોવા છતા બાળકના પિતાનું નામ નથી બતાવી શકતી, કેમ કે IVFમાં શુક્રાણુ દાનકર્તાનું ઘોષિત નથી કરી શકાતું.

સરકારે મહિલાઓને ઉચિત અરજીપત્ર ઉપલબ્ધ કરાવવું જોઇએ, જેમાં એ માહિતી ના પુછવામાં આવવી જોઇએ. હાઇકોર્ટે એક મહિલાની અરજી પર એ ચુકાદો આપતા કેરળ સરકારને નિર્દેશ આપ્યા હતા કે તે આ મામલાઓ માટે અલગ પ્રકારની અરજી પત્ર બનાવવા સહિત પ્રમાણપત્રમાં પણ એનુ ધ્યાન રાખવામાં આવે.

હાઇકોર્ટે કહ્યુ હતુ કે મહિલા આઠ મહિનાની ગર્ભવતી છે, એટલે કેરળ સરકાર યોગ્ય પગલા ભરે. ART મામલામાં એકલ અવિવાહિત માતા અથવા અભિભાવક માટે અલગ ફોર્મ બનાવો, જેમાં પિતાનું નામ ન પુછો. આ ઉપરાંત મૃત્યુના પ્રમાણપત્ર જારી કરતા પિતા અથવા પતિનું નામ પુછતા વિકલ્પમાં ત્રીજો વિકલ્પ માતાનું નામ પણ જોડો.

(10:22 am IST)