Gujarati News

Gujarati News

News of Wednesday, 18th August 2021

કેરળમાં કોરોનાનો કહેર યથાવત :દેશમાં નવા 35.197 પોઝીટીવ કેસ નોંધાયા : વધુ 37.137 દર્દીઓ રિકવર થયા : વધુ 440 લોકોના મોત : કુલ મૃત્યુઆંક 4.32.552 થયો :એક્ટીવ કેસ 3.61.445 થયા : કુલ કેસની સંખ્યા 3.22.85.101 થઇ

સૌથી વધુ કેરળમાં 21.613 કેસ, મહારાષ્ટ્ર્રમાં 4408 કેસ, તામિલનાડુમાં 1804 કેસ, કર્ણાટકમાં 1298 કેસ,આંધ્રપ્રદેશમાં 1063 કેસ,ઓરિસ્સામાં 720 કેસ.આસામમાં 771 કેસ,પશ્ચિમ બંગાળમાં 547 કેસ

નવી દિલ્હી : દેશમાં કોરોનાની બીજી લહેર બેકાબૂ બની હતી . દરરોજ લાખથી વધુ નવા સંક્રમણનાં કેસ સામે આવી રહ્યા હતા છેલ્લા કેટલાય દિવસથી કોરોનાનાં કેસોમાં થોડો ઘટાડો થયો છે  ત્યારે છેલ્લા કેટલાય દિવસોથી કેરળમાં કોરોનાનો કહેર વધ્યો છે દેશમાં કોરોનાનાં નવા 35.197 કેસ નોંધાયા છે. જ્યારે 37.137 દર્દીઓ રિકવર થયા છે

 દેશમાં આજે છેલ્લા 24 કલાકમાં 35.197 નવા કેસ નોંધાયા છે સાથે છેલ્લા 24 કલાકમાં 440 લોકોના મોત નિપજ્યા છે દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 4.32.552 થયો છે છેલ્લા 24 કલાકમાં નવા 35.197 નવા કેસ નોંધાતા  કુલ કેસની સંખ્યા 3.22.85.101 થઇ છે  એક્ટિવ સંખ્યા 3.61.445 થઇ છે છેલ્લા 24 કલાકમાં 37.137 દર્દીઓ રિકવર થયા છે, આ સાથે કુલ 3.14.78.405 લોકોએ કોરોનાને મહાત આપી છે

દેશમાં સૌથી વધુ કેરળમાં 21.613 કેસ, મહારાષ્ટ્ર્રમાં 4408 કેસ, તામિલનાડુમાં 1804 કેસ, કર્ણાટકમાં 1298 કેસ,આંધ્રપ્રદેશમાં 1063 કેસ,ઓરિસ્સામાં 720 કેસ. આસામમાં 771 કેસ,પશ્ચિમ બંગાળમાં 547 કેસ નોંધાયા છે 

(1:05 am IST)