Gujarati News

Gujarati News

News of Sunday, 18th August 2019

જમ્‍મુ-કાશ્‍મીર પ્રશ્‍ને સોશ્‍યલ મીડિયા પર પાકિસ્‍તાનની બે કાશ્‍મીરી અધિકારીઓ કારી ફાળવા દેતા નથી : પ્‍લાન ચોપટ કરી નાખે છે

જમ્મુ  : જમ્મુ-કાશ્મીર પ્રશ્ને સોશ્યલ મીડિયા પર પાકિસ્તાનની બે કાશ્મીરી અધિકારીઓ કારી ફાળવા દેતા નથીપાકિસ્તાનના  પ્લાન ચોપટ કરી નાખે છે.

જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ સ્થિતિ હવે સામાન્ય થઈ રહી છે. આ સમયે પાકિસ્તાને ફેક ન્યૂઝ ફેલાવવાનું શરૂ કર્યું છે. તેમના આ ખોટા પ્રચારને 2 કાશ્મીરી અધિકારીઓ જવાબ આપી રહ્યા છે.

જમ્મૂ કાશ્મીરથી કલમ 370 હટાવી દીધા બાદથી પાકિસ્તાન દુનિયાભરમાં પોતાની ચાલને ફેલાવવા માટે સોશિયલ મીડિયાની મદદથી ફેક ન્યૂઝ ફેલાવી રહ્યા છે. પાકિસ્તાન ફેક વીડિયો અને ફોટોને દુનિયામાં ફેલાવવાની કોશિશ કરી રહ્યું છે. ભારતે દર વખતે તેનો પર્દાફાશ કર્યો છે. પાકિસ્તાનની નાપાક હરકતોનો જવાબ આપવામાં જમ્મુ કાશ્મીરના 2 અધિકારીઓ પણ આગળ આવ્યા છે.

જમ્મુ કાશ્મીરમાં પાકિસ્તાની આતંકવાદીઓને હટાવનારા શ્રીનગરમાં કાર્યરત આઈપીએસ અધિકારી ઇમ્તિયાઝ હુસૈન સબૂતો અને તર્કની સાથે સોશિયલ મીડિયા પર પાકિસ્તાની ચાલની હવા કાઢી રહ્યા છે. ટ્વિટર પર સક્રિય રહેનારા ઈમ્તિયાઝ હુસૈન પાકિસ્તાની ટ્રોલને પોતાના શબ્દોના પ્રહારથી માત આપી રહ્યા છે. રવિવારે એસએસપી ઇમ્તિયાઝે એક પાકિસ્તાની ડાકૂને કાશ્મીરમાં ભારત વિરુદ્ધ લડવાનું એલાન કરવા માટે કડક શબ્દોમાં જવાબ આપ્યો હતો. તેઓએ લખ્યું કે પાકિસ્તાનના સિંઘનો એક ડાકૂ કાશ્મીરમાં લડાઈ લડવા ઇચ્છે છે. જાણે કે હાલ સુધી જે લોકો કાશ્મીરમાં લડવા આવ્યા હતા તે નબળા ડાકૂ હતા. પાકિસ્તાની સેના હંમેશાથી પોતનું કામ આવા ડાકુઓના આઉટસોર્સથી કરી રહી છે. તેનું તામ પણ ડાકૂ જેવું જ છે. આ ડાકૂના પણ એ જ હાલ થશે જે પહેલાના ડાકૂઓના થયા હતા.

(3:48 pm IST)