Gujarati News

Gujarati News

News of Sunday, 18th August 2019

એકલું અટુલું પડેલુ પાકિસ્‍તાન હવે પરમાણુ યુદ્ધની ધમકી આપવા લાગ્‍યુ

નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવાયા બાદ પાકિસ્તાન જાણે રઘવાયુ બની ગયું છે. ધૂંધવાયેલા પાકિસ્તાને હવે પરમાણુ યુદ્ધની ધમકી આપી દીધી છે. પાકિસ્તાની સેનાના મેજર જનરલ આસિફ ગફૂરે પોકળ ધમકી આપતા કહ્યું કે કાશ્મીર મુદ્દે પરમાણુ યુદ્ધનો ખતરો છે. સેનાના પ્રવક્તા મેજર જનરલ આસિફ ગફૂરે કાશ્મીરમાં સ્થિતિ પર દેશના ટોચના અધિકારીઓ સાથે બેઠક કર્યા બાદ વિદેશ મંત્રી શાહ મહેમૂદ કૂરેશી સાથે સંયુસ્ત પત્રકાર પરિષદમાં વાત કરી.

ગફૂરે કહ્યું કે અમે માનીએ છીએ કે પરંપરાગત યુદ્ધ માટે કોઈ જગ્યા નથી. પરંતુ જે રીતે ભારત આગળ વધી રહ્યું છે તો અમે પણ વિકલ્પને નજરઅંદાજ કરી શકીએ નહીં. મેજર જનરલ આસિફ ગફૂરે કહ્યું કે કાશ્મીર એક ન્યૂક્લિયર પોઈન્ટ છે. દુનિયાએ ભારતના રક્ષા મંત્રી તરફથી પરમાણુ હથિયારના ઉપયોગવાળા નિવેદન પર ધ્યાન આપવાની જરૂર છે.

(1:20 pm IST)