Gujarati News

Gujarati News

News of Sunday, 18th August 2019

નવા સૂર્યોદય પ્રસંગે લેહ-લદાખ ખાતે પહેલી વાર આઝાદીની ઉજવણી થઇ રહી છે તેમાં અમને ભાગ લેવાનો અવસર મળ્યો તે અમારા માટે ગૌરવનો વિષય છે : શા.માધવપ્રિયદાસજી સ્વામી

SGVP ગુરૂકુલના સ્વામી માધવપ્રિદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં લેહ-લદ્દાખ ખાતે આઝાદી પર્વની ઉજવણી: લેહ-લદ્દાખ ખાતે SGVP ગુરૂકુલ દ્વારા ૩૧ શહિદી પરિવારોને ચેક અર્પણ કરી સન્માન કરાયું.

 લેહ લદ્દાખ તા. 8   લેહ લદ્દાખ ખાતે ૭૩મી આઝાદીનું પર્વ ભારે ઉત્સાહથી ઉજવવામાં આવ્યું હતું. આ પ્રસંગે SGVP ગુરૂકુલના અધ્યક્ષ  સ્વામી માધવપ્રિદાસજી  વિશેષ અતિથિ રૂપમાં ભાગ લીધો હતો.

 અા પ્રસંગે યોજાયેલ કાર્યક્રમમાં કાઉન્સીલના વડાફુન્ચોક વાંગ્યાલે  ઉલ્લાસપૂર્ણ વાતાવરણમાં ત્રિરંગો લહેરાવ્યો હતો.

     આ પ્રસંગે મહાબોધિ ઇન્ટરનેશન સ્કુલના અ્ધ્યક્ષ માનનીય શ્રીસંઘસેનાજી,લદ્દાખ BJP ના MP અને પાર્લામેન્ટના હરો જામીયાંગ શેરીન તથા  BJP જ્મ્મુ કાશ્મીરના હવાલો સંભાળનાર પ્રોમીનેન્ટ લીડર અને સેક્રેટરી શ્રી રામરાઘવ,લદ્દાખ કાઉન્સીલના સભ્યો , આર્મીના અનેક ઓફિસરો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

 આ કાર્યક્રમમાં લદ્દાખની શાળાઓના બાળકોેએ દેશભકિતના કાર્યક્રમો રજુ કર્યા હતા.તેમના પારંપારિક લદ્દાખી નૃ્ત્યો ભારે આકર્ષક હતા.સાથે સાથે લદ્દાખ કેન્દ્ર શાસિત રાજ્યના દરજ્જો પ્રાપ્ત થતા સર્વના હૈયામાં આનંદ સમાતો ન હતો.

આ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ મહાબોધિ ઇન્ટરનેશન સ્કુલના પ્રાગણામાં ધ્વજ વંદનનો કાર્યક્રમ યોજાયો હતો.જેમા લદ્દાખી કાઉન્સીલના વડા માનનીય ફુન્ચોક વાગ્યાલ, સ્વામી માધવપ્રિયદાસજી  સ્વામી અને મહાબોધિ ઇન્ટરનેશન સ્કુલના અ્ધ્યક્ષ માનનીય શ્રીસંઘસેનાજીના હસ્તે ત્રિરંગો લહેરાવવામાં આવ્યો હતો.

  આ પ્રસંગે કારગીલ યુદ્ધમાં શહિદ થયેલા પરિવારોને SGVPગુરૂકુલ તરફતી સત્કારવાનો કાર્યક્મ યોજાયો હતો.જેમા SGVP ગુરૂકુલ તરફતી ૩૧ જેટલા શહિદી પરિવારોને ૧૧-૧૧ હજાર રૂપિયાનો ચેક સત્કાર રૂપે અર્પણ કરવામાં આવ્યો હતો.તેમજ વીરચક્ર વિજેતા તેમજ પરમવીર ચક્ર વિજેતા જવાનોનું બહુમાન કરવામાં આવ્યું હતું.

  આ પ્રસંગે માધવપ્રિયદાસદજી સ્વામીએ જણાવ્યું હતું કે જમ્મુ કાશ્મીર અને લેહ લદ્દાખ ભૂમિને લાગેલ ૩૭૦ અને ૩૫એ ધારાનું ગ્રહણ સમાપ્ત થયું છે. આ ભૂમિમાં નવ સૂર્યોદય થયો છે.આ માટે આપણાં દેશના વડા પ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી,ગૃહ મંત્રી શ્રી અમિતભાઇ શાહ તથા એમના સહયોગીઓને જેટલા અભિનંદન આપીએ તેટલા ઓછા છે.આ બંને નેતાઓગુજરાતની ધરતીના સંતાનો છે.અને આજ ભારતમાતની સેવા કરી રહ્યા છે.અમને વિશ્વાસ છે કેએમના નેતૃત્વમાં આ ઉપેક્ષિત વિસ્તારો ખૂબજ વિકાસ થશે.

  આ નવા સૂર્યોદય પ્રસંગે આઝાદીની પહેલી ઉજવણી થઇ રહી છે તેમાં અમને ભાગ લેવાનો અવસર મળ્યો છે તે અમારા માટે ગૌરવનો વિષય છે. અમારા જીવનમાં આ ઐતિહાસિક દિવસ છે.

શહિદ પરિવારોની માતાઓેની અને બહેનોની વંદના કરતા સ્વામીજીએ જણાવેલ કે આપની કુરબાનીને બદલો વાળી શકાય તેમ નથી.આપના પરિવારના નવયુવાનોએ દેશ માટે બલિદાન આપી પોતાના નામ અમર કર્યાછે.

 આ પ્રસંગ લદ્દાખી કાઉન્સીલના વડા ફુન્ચોક વાગ્યાઓ હ્રદયથી સ્વામી માધવપ્રિયદાસજી સ્વામીનો આભાર માન્યો હતો.અને જણાવ્યુ હતુ કે આપ આટલા દૂરથી આવી આઝાદીના પર્વની ઉજવણીમાં ભાગ લીધો અને અમારા માટે આનંદની વાત છે. અહીં વસતા કારગીલના શહીદ પરિવારોને યાદ કરી એમનો સત્કાર કર્યો એ બદલ અમે આપના ઋણી છીએ.

(1:00 pm IST)