Gujarati News

Gujarati News

News of Sunday, 18th August 2019

જમ્‍મુ કાશ્‍મીરમાં બે કોંગ્રેસના આગળ પડતા નેતાની ધરપકડથી રાહુલ ગાંધી મુંઝાયા : આ પ્રશ્‍ન રાજકીય લેવલે ચર્ચા જાગી છે

જમ્મુ- કાશ્મીર: જમ્મુ કાશ્મીરમાં બે કોંગ્રેસના આગળ પડતા નેતાની ધરપકડથી રાહુલ ગાંધી મુંઝાયાઆ પ્રશ્ન રાજકીય લેવલે ચર્ચા જાગી છે

  પ્રાપ્ત વિગત મુજબ કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ અને પ્રવકતાની પોલીસે ધરપકડ કરતા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સરકાર પર સીધુ નિશાન સાંધીને સવાલ કર્યો હતો કે સરકારનું આવું પાગલપન ક્યારે ખતમ થશે? તેમણે ટવીટ કરીને કહ્યું હતું કે જમ્મુ- કાશ્મીર કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ ગુલામ મીર અને પ્રવકતા રવિન્દ્ર શર્માની ધરપકડની કડી નિંદા કરુ છું.રાષ્ટ્રીય રાજનિતિક પાર્ટી વિરુધ્ધ કારણ વગરની કાર્યવાહી કરીને સરકાર લોકતત્રંના સ્તરને નીચે લઇ ગઇ છે. જો કે પોલીસનું કહેવું છે કે સલામતી ખાતર નજરકેદ કરવામાં આવ્યા છે.

વાત એમ હતી કે કોંગ્રેસના જમ્મુ- કાશ્મીર યુનિટ દ્રારા શુક્રવારે સંવાદદાતા સંમેલન રાખવામાં આવ્યું હતું જેને જમ્મુ પોલીસે અટકાવી દીધું હતું હતુ અને કોંગ્રેસ પાર્ટીના મુખ્ય પ્રવકતાની પાર્ટી મુખ્યાલય પર ધરપકડ કરી હતી.સલામતી ખાતર ધરપકડ કરાઇ હોવાનું પોલીસે કહ્યું હતુ. જો કે કોંગ્રેસે દાવો કર્યો હતો કે પોલીસે જમ્મુ- કાશ્મીર કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ ગુલામ મીરની પણ ધરપકડ કરવામાં આવી છે..જમ્મુમાં કોંગ્રેસના બે નેતાની ધરપકડથી રાહુલ ગાંધી અકળાયા હતા અને સરકાર સામે સવાલ સાંધીને કહ્યું હતું કે આવું પાગલપન કયારે ખતમ થશે?

કોંગ્રેસના સિનિયર નેતા ગુલામ નબી આઝાદે કહ્યું હતું કે સરકારનું આ પગલું લોકતાંત્રિક મૂલ્યોની વિરુધ્ધ છે.રાજયમાં સ્થિત સામાન્ય છે એવું રટણ રટતી સરકારનો બેવડો ચહેરો સામે આવ્યો છે.તેમણે મહેબુબા મૂફતી, ઓમાર અબ્દુલ્લા સહીતના મુખ્યધારાના નેતાઓને સરકાર છોડી દે એમ પણ કહ્યું હતું.

(11:42 am IST)