Gujarati News

Gujarati News

News of Sunday, 18th August 2019

IL&FS : પ્રથમ ચાર્જશીટ દાખલ, ડિરેક્ટરો ઉપર સકંજો

ડિરેક્ટરોની ૫૭૦ કરોડની સંપત્તિ જપ્ત કરાઈ : બેન્ક એકાઉન્ટ, અન્ય સંપત્તિઓ જપ્ત કરવાની કાર્યવાહી થઈ : દિલ્હી, મુંબઈ, ચેન્નઈ વિદેશમાં સંપત્તિ કબજે કરાઈ

નવી દિલ્હી, તા. ૧૭ : એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) દ્વારા ઈન્ફ્રાસ્ટ્રચર લીઝિગ એન્ડ ફાયનાન્સિયર સર્વિસ ( આઈએલ એન્ડ એફએસ) લિમિટેડ મની લોન્ડિંગ કેસમાં પ્રથમ ચાર્જશીટ આજે દાખલ કરી હતી. સાથે સાથે બેન્ક ખાતા અને નિવાસી અને કોર્મશિયલ સંપત્તિ સહિત ૫૭૦ કરોડની સંપત્તિ જપ્ત કરી લીધી છે. આ કંપનીના ડિરેક્ટરોની કમિટીના સભ્યો દ્વારા જાળવી રાખવામાં આવેલી દિલ્હી, મુંબઈ, ચેન્નઈ અને બેલ્ઝિયમમાં સ્થિત સંપત્તિને જપ્ત કરવામાં આવી છે. કાર્યવાહીથી ભારે ખળભળાટ મચી ગયો છે. અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, આઈએફઆઈએન ડિરેક્ટરો જેમની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે તેમાં રવિ પાર્થસારથી, રમેશ બાવા, હરિશ શંકરન, અરુણ સાહા, રામચંદ કરુણાકરનનો સમાવેશ થાય છે.

        ઈડી દ્વારા જુદા જુદા બેન્ક ખાતા અને સંપત્તિ પણ જપ્ત કરી લીધી છે. પરિવારના સભ્યો અને ગ્રુપ કંપનીઓના નામ પર શિવશંકરન દ્વારા પરોક્ષ રીતે જાળવી રાખવામાં આવેલી તમામ સંપત્તિને જપ્ત કરી લેવામાં આવી છે. મની લોન્ડિંગ અટકાયત ધારા હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી છે. ૫૭૦ કરોડથી વધુની સંપત્તિ અંદાજિત રીતે જપ્ત કરવામાં આવી ચુકી છે. એજન્સીએ ૧૯મી ફેબ્રુઆરીના દિવસે આઈએલ એન્ડ એફએસની જુદી જુદી ગ્રુપ કંપનીઓની સામે ઈડી દ્વારા મની લોન્ડિંગ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. તપાસમાં જણાવવામાં આવ્યું છે કે, જુદા જુદા કમિશન અને ઓમિશનમાં મેનેજમેન્ટના લોકોની સંડોવણી હતી. કંપનીના ખર્ચથી પોતાને લાભ ઉઠાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા.

ઈડીએ પોતાના જવાબમાં કહ્યું છે કે, જુદા જુદા કારણોસર એમની સામે આક્રમક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ઈડી દ્વારા ડિરેક્ટરો ઉપર સંકજો વધુ મજબુત કરવામાં આવી ચુક્યો છે. આગામી દિવસોમાં ડિરેક્ટરો સામે કઠોર કાર્યવાહી થશે.

(12:00 am IST)