Gujarati News

Gujarati News

News of Sunday, 18th August 2019

ગાંધી-નહેરુ પરિવારની એક બ્રાન્ડ ઈક્વિટી હોવાનો દાવો

ભાજપના સાંપ્રદાયિક રથને કોંગ્રેસ જ રોકી શકે :લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીનો ધડાકો બહારની કોઈ વ્યક્તિ માટે પાર્ટીનું નેતૃત્વ કરવું ખુબ મુશ્કેલ

કોલકતા,તા.૧૭ : લોકસભામાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા અધીર રંજન ચૌધરીએ આજે એવુ નિવેદન કરીને ચર્ચા જગાઈ હતી કે, ગાંધી-નહેરુ પરિવારની એક બ્રાન્ડ ઈક્વિટી છે. કોઈ અન્ય વ્યક્તિ માટે નેતૃત્વ કરવાની બાબત ખુબ મુશ્કેલ છે. ચૌધરીએ કહ્યું હતું કે, કોંગ્રેસ જેવી મજબુત વિચારધારા ધરાવતી પાર્ટી ભાજપના સાંપ્રદાયિક રથને રોકી શકે છે. તેમણે કહ્યું હતું કે, અમારી પાર્ટીમા જે વાત રહેલી છે તે અન્યકોઈ પાર્ટીમાં નથી. ચૌધરી પ્રમાણે કોંગ્રેસ પાર્ટીનું કમબેક હવે મોટાભાગે એ ક્ષેત્રિય પાર્ટીઓના કમજોર થવા પર નિર્ભર છે જેમની કોઇ વિચારધારા નથી. અધીર રંજન ચૌધરીએ વાતચીત દરમિયાન કહ્યું કે કોંગ્રેસ જેવી મજબૂત વિચારધારા વાળી અને સમગ્ર દેશમાં મોજૂદ પાર્ટીજ ભાજપ જેવા સાંપ્રદાયિક દળનો સામનો કરી શકે છે. જેવી રીતે ક્ષેત્રિય પાર્ટીઓ કામ કરી રહી છે,

           આવનારા દિવસોમાં તે તેમની અગત્યતા ખોઇ બેસશે અને ત્યારબાદ દેશમાં બે ધ્રુવીય વિચારધારા વાળુ રાજકારણ થઇ જશે. જ્યારે બે ધ્રુવો વાળી રાજનીતિ શરુ થશે તો અમે ફરી સત્તામાં આવીશું, મતલબ કોંગ્રેસનું ભવિષ્ય ખૂબ ઉજળું છે. ચૌધરીએ જણાવ્યું કે સોનિયા ગાંધી કોંગ્રેસના અધ્યક્ષ પદ પર પરત ફરવાથી ઇનકાર કરી ચૂકી હતી. પરંતુ રાહુલ ગાંધીના રાજીનામા બાદ વરિષ્ઠ નેતાઓના આગ્રહ પર પાર્ટીને મુશ્કેલીમાંથી બહાર કાઢવા માટે તૈયાર થઇ ગઇ. તેમણે ઘણા મુશ્કેલ સમય પર પાર્ટીનું નેતૃત્વ કર્યું છે. તેમના લીધે જ કોંગ્રેસ ૨૦૦૪ અને ૨૦૦૯માં સરકાર બનાવવામાં સફળ રહી હતી. સોનિયા ગાંધીની હાલમાં જ પાર્ટીના પ્રમુખ તરીકે ફરી નિમણૂક કર્યા બાદ દેશના લોકોમાં ગાંધી પરિવારની ચર્ચા જોવા મળી રહી છે. વિરોધીઓ પણ સોનિયા ગાંધીની નિમણૂકને લઈને વિરોધ કરી રહ્યા છે. જેના કારણે અધીર રંજન ચૌધરીનું નિવેદન ખુબ મહત્વપૂર્ણ બન્યુ છે.

(12:00 am IST)