Gujarati News

Gujarati News

News of Sunday, 18th July 2021

ટ્વીટરે AIMIMના યુપી ચીફનું એકાઉન્ટ પ્રતિબંધિત કર્યું

ઔવેસીની પાર્ટીનું ટ્વીટર એકાઉન્ટ હેક : ટ્વીટર એકાઉન્ટ રવિવારે હેક થયું અને હેકર્સે પાર્ટીના નામની જગ્યાએ એલન મસ્કનું નામ લખી દીધું હતું

નવી દિલ્હી, તા.૧૮ : અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી ઓલ ઈન્ડિયા મજલિસ--ઈત્તેહાદુલ મુસ્લિમીન (એઆઈએમઆઈએમ)નું ટ્વીટર એકાઉન્ટ રવિવારે હેક થયું હતું. હેકર્સે પાર્ટીના નામની જગ્યાએ એલન મસ્કનું નામ લખી દીધું હતું. એટલું નહીં ટ્વીટર ડીપી પર એલન મસ્કનો ફોટો પણ લગાવી દીધો હતો. એલન મસ્ક વિશ્વના બીજા નંબરના સૌથી ધનવાન વ્યક્તિ છે. તેઓ સ્પેસએક્સ અને ટેસ્લા જેવી કંપનીઓના માલિક છે.

બધા વચ્ચે ટ્વીટરે રવિવારે એઆઈએમઆઈએમના યુપી ચીફનું ટ્વીટર એકાઉન્ટ પણ પ્રતિબંધિત કરી દીધું હતું. જોકે તેને કામચલાઉ રીતે પ્રતિબંધિત કરવામાં આવ્યું હતું અને બાદમાં ખોલી દેવામાં આવ્યું હતું.

ઓવૈસીએ તાજેતરમાં પોતાની પાર્ટી યુપીની ૧૦૦ બેઠકો પરથી ચૂંટણી લડશે તેવી જાહેરાત કરી હતી.

માટે તેમણે ઉત્તર પ્રદેશમાં સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટી સાથે મળીને ભાગીદારી સંકલ્પ મોરચો બનાવ્યો છે. તેમાં અન્ય નાની પાર્ટીઓને પણ સામેલ કરવામાં આવશે તેવી આશા છે. જોકે ઓવૈસીની જાહેરાત બાદ તેઓ વિપક્ષી પાર્ટીઓના નિશાના પર છે.

તાજેતરમાં અસદુદ્દીન ઓવૈસીએ એમ કહ્યું હતું કે, તેઓ કોઈ પણ સંજોગોમાં યોગી આદિત્યનાથને ૨૦૨૨માં યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં મુખ્યમંત્રી નહીં બનવા દે. ઓવૈસીના પડકારનો જવાબ આપતા યોગી આદિત્યનાથે કહ્યું હતું કે, ઓવૈસી દિગ્ગજ નેતા છે, તેઓ દેશની અંદર પ્રચાર કરે છે. તેમને એક સમુદાય વિશેષનું સમર્થન મળેલું છે પરંતુ યુપીમાં તેઓ ભાજપને ચેલેન્જ કરી શકે. ભાજપ પોતાના મુદ્દાઓ, મૂલ્યો સાથે ચૂંટણી મેદાનમાં રહેશે. અમે તેમનો પડકાર સ્વીકારીએ છીએ.

(7:39 pm IST)