Gujarati News

Gujarati News

News of Saturday, 18th July 2020

ચીનને ઘેરવાની તૈયારી: ઓક્ટોબરમાં મોદી જાપાનના વડાપ્રધાન શિન્ઝો આબે સાથે મુલાકાત કરે તેવી શક્યતા

મુલતવી રહેલું શિખર સંમેલન ઓક્ટોબરમાં યોજાઈ શકે :ચીનને ઘેરવાની રણનીતિ અંગે થશે ચર્ચા

 

નવી દિલ્હી : વડાપ્રધાન મોદી અને જાપાનના વડાપ્રધાન શિન્ઝો આબેની વચ્ચે સંભવિત શિખર સંમેલનને લઈ ચર્ચા શરૂ થઈ ગઈ છે. મીડિયા રિપોર્ટ મુજબ સંમેલન ઓક્ટોબર મહિનાની આસપાસ થઈ શકે છે. આશા છે કે શિખર સંમેલનમાં ચીનને ઘેરવાની રણનીતિ પર ચર્ચા હશે. જે ભારતની સાથે પોતાની સીમાઓ અને પૂર્વી ચીન સાગરમાં સેનકાકૂ દ્વીપ સમૂહની આસપાસ સ્થિતીને બદલવાના પ્રયત્નો કરી રહ્યું છે.

પહેલા શિખર સંમેલન ડિસેમ્બર 2019માં ગુવાહાટીમાં યોજાવાનું હતું પણ નાગરિકતા સંશોધન કાયદાની વિરૂદ્ધ વિરોધ-પ્રદર્શનના કારણે અસમને બંધ કરી દેવામાં આવ્યું હતું. ત્યારબાદ સમિટની આગામી તારીખ નક્કી ના થઈ શકી, કારણ કે ત્યારબાદ ચીનમાં પેદા થયેલા કોરોના વાઈરસે સમગ્ર દુનિયામાં હડકંપ મચાવી દીધો છે.

(12:02 am IST)