Gujarati News

Gujarati News

News of Saturday, 18th July 2020

રાજસ્થાનના રાજકારણમાં શાહની એન્ટ્રી; ફોન ટેપીંગ મામલે મુખ્ય સચિવ પાસે ગૃહ મંત્રાલયે માગ્યો રિપોર્ટ

ભાજપે ફોન ટેપીંગ પર સવાલ ઉઠાવી તેને ગણાવ્યુ છે પ્રાઈવસીનું હનન

નવી દિલ્હી :રાજસ્થાનમાં ચાલી રહેલા રાજકીય કાવાદાવાની વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રાલયની એન્ટ્રી થઈ છે. ફોન ટેપિંગ મામલે રાજ્યના મુખ્ય સચિવ પાસે અંગે રિપોર્ટ માગ્યો છે. પ્રાપ્ત વિગતો મુજબ, ગૃહ મંત્રાલયે રાજસ્થાનના મુખ્ય સચિવ પાસે મામલે રિપોર્ટ માગ્યો છે.ભાજપે તેને પ્રાઈવસીનું હનન ગણાવ્યુ છે. ગૃહ મંત્રાલયે સંબંધિત નજર રાખી રહ્યુ છે. જેની તપાસ રાજસ્થાન પોલીસ કરી રહ્યા છે.

કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે, ઓડિયોમાં રાજસ્થાનમાં ગેહલોત સરકારને પાડવા માટે સંજય જૈન સાથે ભંવર લાલ શર્માની વાતચીત થઈ હતી. કથિત રીતે વાતચીતમાં લગભગ 30 ધારાસભ્યોને લઈને વાતચીત થઈ છે. જેમાં ભંવર લાલ શર્મા અને સંજય જૈન એક બીજા સાથે વાત કરી રહ્યા છે. ઓડિયો ક્લિપની તપાસ માટે એસઓજીની ટીમ માનેસર સ્થિત હોટલમાં પહોંચી છે. પણ ત્યાં ભંવરલાલ શર્મા નથી મળ્યા.

અત્રે ઉલેલ્ખનીય છે કે જે ટેપને લઈ કોંગ્રેસ ભાજપનો પર્દાફાશ કરવાનો દાવો કરી રહી છે, ભાજપે તેના પર સવાલો ઉભા કર્યા છે. ભાજપ પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યુ હતું કે, રાજસ્થાન સરકાર તમામ લોકોની પ્રાઈવસીનું હનન કરી રહી છે. જ્યારે રાજ્યમાં લોકો કોરોના કાળમાં વેંટિલેટર માટે તરસી રહ્યા છે, ત્યારે કોંગ્રેસના ધારાસભ્યો સ્વિમીંગ પૂલમાં નાહી રહ્યા છે.

 

(11:39 pm IST)