Gujarati News

Gujarati News

News of Saturday, 18th July 2020

પાકિસ્તાનમાં ખોદકામ દરમિયાન ભગવાન બુદ્ધની પ્રાચીન મૂર્તિ મળી આવી : ગેર ઇસ્લામી ગણી શ્રમિકોએ હથોડા મારી તોડી નાખી

ઇસ્લામાબાદ : પાકિસ્તાનના ખૈબર પખ્તુનખા  પ્રાંતમાં બાંધકામ દરમિયાન જમીન ખોદતાં ઈસ્વીસન પૂર્વે 200 વર્ષ પહેલાની ભગવાન બુદ્ધની પ્રાચીન મૂર્તિ મળી આવી હતી.જેને ગેર ઇસ્લામી ગણી શ્રમિકોએ હથોડા મારી તોડી નાખી હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.
ખૈબર પખ્તુનખાના મર્દન જિલ્લામાં આવેલ તખ્ત ભાઈ વિસ્તારની આ ઘટના અંગે સત્તાવાળાઓએ જણાવ્યું હતું કે તેઓ તપાસ કરશે.અને પ્રતિમાને નુકશાન કરનાર વિરુદ્ધ પગલાં લેશે.
ઉલ્લેખનીય છે કે આ પ્રાંત પ્રાચીન ગાંધાર સંસ્કૃતિનો  હિસ્સો ગણાય છે. જે  2 હજાર વર્ષ જૂની સંસ્કૃતિ ધરાવે છે.ત્યાં થઇ રહેલા નવા બાંધકામો પ્રાચીન સંસ્કૃતિને નુકશાન કરનારા બની શકે છે.

(6:47 pm IST)