Gujarati News

Gujarati News

News of Saturday, 18th July 2020

સૂર્ય પર થતાં વિસ્ફોટોમાંથી નિકળતા પ્લાઝમા-પાર્ટીકલ્સ ભૂકંપ માટે જવાબદાર

વિસ્ફોટોમાંથી નિકળતા પાર્ટીકલ્સ અને પ્લાઝમા સમય-તિવ્રતા માપે છે

નવી દિલ્હી, તા.૧૮ : ભારતમાં ભૂકંપના આંચકાની ઘટનાઓ સતત થઇ રહી છે. ઉત્તર ભારતમાં દિલ્હી, ઉત્તર પ્રદેશ, હરિયાણા પછી હવે ગઇકાલે આંદામાન-નિકોબારમા ભૂકંપના તીવ્ર આંચકાઓ અનુભવાયા હતા. તો પ્રશાંત મહાસાગરમાં આવેલ દેશ પાયુઆ ન્યુ ગીનીમાં પણ ૪.૮ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આમ તો ભૂકપનું પૂર્વાનુમાન લગાવવું અત્યંત મુશ્કેલ છે,પણ હાલમાં જ થયેલા એક અભ્યાસના તારણોથી એવા સંકતો મળે છે કે આની પાછળ સૂર્યમાં થતા વિસ્ફોટ જવાબદાર હોઇ શકે છે. રોમની નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ જીઓફીઝીકસ એન્ડ વોલ્કેનોલોજીના રીસર્ચરોની એક ટીમ શોધ્યું છે કે સૂર્ય પર થતાં વિસ્ફોટોમાં નિકળતા પ્લાઝામાં અને બીજા પાર્ટીકલ્સ અને દુનિયામાં થતાં ભૂકંપો વચ્ચે કનેકશન હોઇ શકે છે.

આ અભ્યાસમાં જાણવા મળ્યું કે સૂર્ય પર મોટા વિસ્ફોટ પછી ર૪ કલાકમાં પૃથ્વી પર ભૂકંપોની સંખ્યામાં મોટો વધારો જોવા મળ્યો, જેની તીવ્રતા રીચર સ્કેલ પર પ.૬થી વધારે હતી. ટીમ અનુસાર આ ફકત જોગાનુજોગ હોવાની શકયતા બહુ ઓછી છે. ટીમનું કહેવું છે કે આના માટે ટીમે નાસા અને ઇએસએના જોઇન્ટ પ્રોજેકટ સોલર એન્ડ હેબવીઓસ્ફેરીક ઓબ્ઝર્વેટરી સેટેલાઇટના ડેટાનો ઉપયોગ કર્યો હતો. આ સેટેલાઇટ સૂર્યની પ્રદક્ષિણા કરે છે અને તેના વિસ્ફોટોથી નિકળતા પાર્ટીકલ અને પ્લાઝમાના સમય અને તીવ્રતાને માપે છે. ટીમે એસઓએચઓના ર૦ વર્ષના ડેટા અને પૃથ્વી પરના ભૂકંપની સરખામણી કરી હતી અને જાણ્યું કે બન્ને વચ્ચે કનેકશન છે.

(3:25 pm IST)