Gujarati News

Gujarati News

News of Saturday, 18th July 2020

અમેરિકામાં થનારી પ્રેસિડન્ટ પદની ચૂંટણીમાં ચીન અને રશિયા હસ્તક્ષેપ કરી રહ્યા છે : પ્રેસિડન્ટ પદના ડેમોક્રેટ ઉમેદવાર જો બિડનનો આક્ષેપ

વોશિંગટન :  અમેરિકામાં નવેમ્બર માસમાં થનારી પ્રેસિડન્ટ પદની ચૂંટણીમાં  ચીન અને રશિયા હસ્તક્ષેપ કરી રહ્યા છે તેવો આક્ષેપ પ્રેસિડન્ટ પદના ડેમોક્રેટ ઉમેદવાર જો બીડને કર્યો છે.
ચૂંટણી ફંડ એકઠું કરવા માટે ગઈકાલે યોજાયેલી એક ડિજિટલ કાર્યક્રમમાં તેમણે ઉપરોક્ત આક્ષેપ કર્યો હતો.જોકે વ્હાઇટ હાઉસ દ્વારા આ મુદ્દે કોઈ ટીકા ટિપ્પણ કરાયા નથી.
બીડને આ તકે વર્તમાન રિપબ્લિકન પ્રેસિડન્ટ ઉપર પણ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે તેઓ ડાક વિભાગને અપાતું ફંડ પણ રોકી શકે છે.જેથી બેલેટ પેપરના માધ્યમથી ચૂંટણી થઇ ન શકે.

(1:33 pm IST)