Gujarati News

Gujarati News

News of Saturday, 18th July 2020

લાંબા સમયથી જમીન પ્રશ્ને પગલા નહિ લેતા માતા-પુત્રીનું આત્મવિલોપન

લખનૌ, તા. ૧૮ : ઉત્તર પ્રદેશના અમેઠી જિલ્લાના જામો વિસ્તારમાં પોતાના જમીન વિવાદમાં લાંબા સમયના ધક્કા ખાવા છતાં પોલીસે કોઇ પગલા નહિ લેતા અંતે મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથની સીએમઓ ઓફીસ બહાર જીવતા સળગી મરવાનો પ્રયાસ કરતા ખળભળાટ મચી ગયો છે. માતા ૮૦% દાઝી ગઇ છે. તેની સ્થિતિ ગંભીર છે. મિલ્કત પ્રશ્ને માતા-પુત્રીને ઢોર માર મારવામાં આવેલ. ફરીયાદ છતાં પોલીસે કોઇ પગલા લીધા ન હતા.  પૂર્વ મુ.મંત્રી અખિલેશ યાદવે યોગી સરકારની ભારે ઝાટકણી કાઢી છે.

(10:26 am IST)