Gujarati News

Gujarati News

News of Saturday, 18th July 2020

હવે ચુકવવો પડશે અધધ ટેક્ષ

વાર્ષિક ૨ લાખથી વધુ કમાનાર મહિલાના ખાતામાં મળ્યા ૧૯૬ કરોડ

નવી દિલ્હી, તા.૧૮: શું વાર્ષિક એક લાખ સત્તર હજાર રૂપિયાની કમાનાર કોઇ વ્યકિતનું કોઇ વિદેશ બેંકમાં ખાતું હોઇ શકે? જી હાં એવું જ છે. એક લાખ ૭૦ હજાર રૂપિયાની વાર્ષિક કમાણીની જાહેરાત કરનાર વિદેશી બેંક ખાતાધારક મહિનાને ૧૯૬ કરોડ રૂપિયા વિદેશમાં છુપાવવાના મામલે હવે ટેકસ ચૂકવવો પડશે. ઇનકમ ટેકસ અપીલેટ ટ્રિબ્યૂનલ (ITAT) મુંબઇએ બુધવારે આ સંબંધમાં મહત્વપૂર્ણ નિર્ણય આપતાં કહ્યું કે વિદેશી સ્વિસ બેંકના વ્યકિતગત ખાતામાં પડેલા ૧૯૬ કરોડ રૂપિયા ટેકસના દાયરામાં આવે છે.

મહિલાએ પોતાની વાર્ષિક કમાણી એક લાખ ૭૦ હજાર રૂપિયા બતાવી હતી. આ પ્રકારે જોઇએ તો વિદેશી બેંક એકાઉન્ટમાં જમા ધનરાશિમાં તેને ૧૫ હજાર વર્ષ લાગશે. ઇનકમ ટેકસ અપીલેટ ટ્રિબ્યૂનલે રેનૂ ટી થરાનીની અપીલને નકારી કાઢતાં એચએસબીસી પ્રાઇવેટ બે૬ક, જિનેવામાં ખાતામાં પુષ્ટિ કરી.

તપાસમાં નોંધવામાં આવ્યું કે રેનૂ ટી થરાની મધર ટેરેસાની માફક કોઇ જાણિતી હસ્તી નથી. તેમને કોઇ અજ્ઞાત વ્યકિત ૪ મિલિયન અમેરિકી ડોલર આપવાનો વિશ્વાસ વ્યકત કર્યો. આ ઉપરાંત એ પણ જાણવા મળ્યું કે કેમૈન દ્વીપ પરોપકારી કાર્યો માટે જાણિતી નથી, પરંતુ અઢળક ધન અને મની લોન્ડ્રીંગ માટે તેની ઓળખ છે.

(10:20 am IST)